ગુજરાતપ્રેરણાત્મક

પોરબંદરની દીકરીના સખત મહેનત અને પરિશ્રમે કેનેડામાં મચાવી ધૂમ, ખોલશે પોતાના પ્લેન બનાવતી કંપની..

ગુજરાતના પોરબંદર શહેરની દીકરી એરોનોટિકલ એન્જીનિયર બની કેનેડામાં પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. પોરબંદરમાં જન્મેલી નિશા ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયર ડિગ્રી મેળવવા માટે કેનેડા ગઈ હતી ત્યાં જ પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી પાયલોટની તાલીમ મેળવી અને ડિગ્રી મળતાં જ પરિવાર લોકો ખુશ થયા હતા.

નિશાના પિતા નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા ભૂતકાળમા એરપોર્ટ વિસ્તારમાં ગાયો, ભેંસો ચરાવી તેમનું ગુજરાન ચલાવતા હતા. આકાશમાં ઉડતા પ્લેનને જોઈને તેમણે વિચાર્યું હતું કે, એક દિવસ  મારા સંતાન પણ પ્લેન ઉડાડશે અને આ સપનું આજે દીકરીએ આજે સાકાર કર્યું છે.

નિશાના પિતા નાથાભાઈ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ છે અને ગુજરાતનાં કોંગ્રેસ જિલ્લા  સમિતિના પ્રમુખ છે. નિશાએ પોરબંદરમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો પછી આગળ અભ્યાસ માટે રાજકોટ ગઈ અને પછી તે ચેન્નાઈ ગઈ પોતાની કોલેજ પૂરી કરી હતી.

આગળના માસ્ટર ડિગ્રી માટે યુકે યુનિવર્સિટીમાં 17 મહિનાનો કોર્સ કર્યો હતો અને તે પછી માસ્ટર ડિગ્રી મેળવી તે પોરબંદર આવીને રહી અને  પરમેનન્ટ રેસિડેન્ટ માટે કેનેડા એપ્લાય કર્યું હતું. ત્યાંની સરકારે રેસિડેન્ટ એપ્લાય સ્વીકારી લીધું અને તે કંપની દ્વારા લાયસન્સની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની દ્વારા નિશાને પાયલોટ માટેની તાલીમ લઈ રહી છે અને તે ત્યાં જ રહેતા પોર્ટુગલમાં પોતાની જ્ઞાતિના જ યુવક સાથે લગ્ન કર્યાં છે.

હાલ કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી રહી છે.નિશાએ એરોનોટિકલ એન્જીનિયર ડિગ્રી મેળવી કેનેડામાં જ પ્લેન બનાવવાની ડિઝાઈન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે.  નિશાએ એના સપના વિષે તેના પિતાને કહ્યું છે કે, પાંચ વર્ષ પછી પોતે પ્લેનની ડિઝાઈન બનાવી કંપની ખોલીને પ્લેન બનાવી લોન્ચ કરશે તે સપનું છે. સોશિયલ મીડિયામાં નિશાના પ્લેનની તાલિમ લેતી હોય તેવા ફોટા છે.

[quads id=1]

Related Articles

Back to top button