અજબ ગજબ

લો…બોલો…14 કરોડમાં વેચાયું કબૂતર, તેના પાછળ રહેલું છે આ ખાસ કારણ

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ નામ તો આપણે બધા જાણીએ જ છીએ પરંતુ આજે તેમના નામના એક કબૂતરને લઈને ચર્ચામાં ચાલી રહી છે. તેમના નામનું ચર્ચા થવાનું કારણ એક કીમ નામનું કબૂતર છે તે વિશ્વભરમાં સૌથી મોંઘુ કબૂતર બની ગયું છે.

તાજેતરની જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે, આ ફિમેલ કબુતર 14 કરોડમાં વેચાણ થયું છે. આ કબુતરને ચીનના એક વ્યક્તિ દ્વારા હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી મેળવવામાં આવ્યું છે. આ કબુતર એક નિવૃત્ત રેસિંગ માદા કબુતર રહેલ છે.

આ કબૂતરની ખાસિયત
આ કબુતરની વાત કરીએ તો તેનું નામ કિમ છે અને તે બે વર્ષનું રહેલ છે, જે દુનિયાનું સૌથી મોંઘુ કબુતર બની ગયું છે. આ શાનદાર રેસર 2018 માં ઘણી સ્પર્ધામાં વિજેતા પણ બનેલ છે. નેશનલ મિડલ ડિસ્ટેન્સ રેસની વિજેતા માદા કબુતરની ગતિ ઝડપી રહેલ છે. તેની સાથે માદા કબુતર પર આટલી મોટી બોલી આશ્ચર્યચકિત કરનારી છે.

ચીનમાં કબુતરોની રેસ ધીરે-ધીરે ટ્રેન્ડ બની રહ્યો છે. મહત્વની વાત છે કે માદા રેસિંગ કબુતરોનો સારા રેસર કબુતર પેદા કરવા માટે ઉપયોગ કરાઈ છે. પરંતુ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈએ માદા કબુતર પર આટલી મોટી બોલી લગાવવામાં આવી છે.

જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે, કિમે આર્મંડો પાસેથી વિશ્વના સૌથી મોંઘા કબુતરનું ટાઈટલ છીનવી લીધું છે. વાસ્તવમાં આર્મંડો પર 2019 માં 1.25 મિલિયન યુરોની બોલી લગાવવામાં આવી હતી, જે કિમ પર લગાવવામાં આવેલી બોલીથી 1.6 મિલિયન યુરો ઓછી છે. તેના લીધે કીમ કબૂતર સૌથી મોઘું કબૂતર બની ગયું છે.

[quads id=1]

Related Articles

Back to top button