દેશ

આવતીકાલથી પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ, આટલા રૂપિયાનો થઈ શકે છે વધારો

જો તમે હજુ સુધી તમારી કારમાં પેટ્રોલ-ડીઝલ ભરાવ્યું નથી તો આજે જ તમારા વાહનની ટાંકી ઝડપથી ફૂલ કરાવી દો. યુપીમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન સોમવારના એટલે આજે સમાપ્ત થઈ રહ્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, મંગળવારથી એટલે કે આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. તેલ કંપનીઓ પર ભાવ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પણ આજે સમાપ્ત થઈ જશે.

120 દિવસનો વિરામ હતો
મંગળવારના સવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે લગભગ 120 દિવસના લાંબા વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સામાન્ય જનતાને ઝટકો લાગી શકે છે.

ક્રૂડ ઓઈલ 14 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું
એક તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ તેજી દરમિયાન કાચા તેલની કિંમત 14 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સોમવારના સવારે બ્રેન્ટ ક્રૂડ પણ 139 ડોલર પ્રતિ બેરલના ભાવને પાર કરી ગયું છે.
નવેમ્બરમાં ભાવ રૂ. 100ને પાર કરી ગયા હતા.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા હતા. ત્યાર બાદ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી. ત્યાર બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થઈ ગયા હતા

મોંઘુ થઈ શકે છે પેટ્રોલ 25 રૂપિયા
8 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 25 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ડોલરનો વધારો કર્યા બાદ પેટ્રોલ ડીઝલ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થાય છે. જ્યારે આ આધારે આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી શકે છે..

[quads id=1]

Related Articles

Back to top button