દેશ

Paytm ના CEO વિજય શેખર શર્માની દિલ્હીમાં કરવામાં આવી હતી ધરપકડ, જાણો શું તેના પાછળનું કારણ?

ઓનલાઈન પેમેન્ટ એપ Paytm ના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્મામો દક્ષિણ દિલ્હી પોલીસે ગયા મહિને ધરપકડ કરી હતી, તેમ છતાં બાદમાં તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. વિજય શેખરની ઝડપી વાહન ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના 22 ફેબ્રુઆરીના રોજ બની હતી. ડીસીપી ડ્રાઈવર દીપક કુમારે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરાવી હતી.

માહિતી અનુસાર, Paytm ના સ્થાપક અને CEO વિજય શેખર શર્માની 22 ફેબ્રુઆરીના રોજ પોતાની કારને ડીસીપી સાઉથના વાહનમાં ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. વાસ્તવમાં આરોપ છે કે મધર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે વિજય શેખર શર્માએ દક્ષિણ દિલ્હીના ડીસીપી બેનિતા મેરી જેકરની કારને પોતાની જગુઆર લેન્ડ રોવર કાર સાથે તેજ ઝડપે ટક્કર મારી હતી.

ઘટના સમયે ડીસીપીનો ડ્રાઈવર દીપક કુમાર પેટ્રોલ ભરવા માટે ઓરોબિંદો માર્ગ પર ગયા હતો. ટક્કર માર્યા બાદ વિજય શેખર શર્મા પોતાની કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયા હતો, પરંતુ દીપકે કારનો નંબર નોંધી લીધો હતો અને ઘટના અંગે ડીસીપીને જાણ કરી દીધી હતી. ત્યાર બાદ ડીસીપીના આદેશ પર ડ્રાઈવર દીપકે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 279 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ઘટનાની તપાસ દરમિયાન કારનો નંબર ગુરુગ્રામ સ્થિત કંપનીના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું હતું. કંપનીના લોકોએ જણાવ્યું કે, કાર જીકે-2 માં રહેનાર વિજય શેખર શર્માની છે.

ત્યાર બાદ વિજય શેખર શર્માને પોલીસ સ્ટેશન બોલાવીને ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં તે જામીનપાત્ર ગુનો હોવાથી તેને બાદમાં જામીન આપવામાં આવ્યા હતા.

[quads id=1]

Related Articles

Back to top button