વાંચો એક એવા ખેડૂત ની વાત કે જે ખરા અર્થ માં છે પક્ષીઑ માટે અન્નદાતા: અચૂક વાંચવા જેવો લેખ
તમે ખેતી કરવાવાળા ઘણા બધા ખેડૂતો ની સંઘર્ષ ભરી વાતો સાંભળી હશે અને વચી હશે કે જે લોકો પોતાની આજીવિકા સાથે લોકો ની અનાજ સંબંધિત જરૂરિયાતો ને પૂરી કરે છે. પરંતુ શું તમે એવા વ્યક્તિ ના વિશે સાંભળ્યું છે કે જે મનુષ્યો માટે નહિ પરંતુ પક્ષીઓ માટે અનાજ ઉગાડે છે? આ વાત વાચી ને તમને એ ખ્યાલ આવી જશે કે એવા બહુ ઓછાં લોકો છે કે જે પક્ષી ની ભૂખ વિશે વિચારે છે અને તેમના માટે કઈક કરે છે.
તમિલનાડુ ના કોઇમ્બતુર માં રહેવા વાળા મુથું મુરુગન નામના ખેડૂત તેમની જમીન માં અડધા એકર માં ફક્ત ને ફક્ત પક્ષીઓ માટે અનાજ ઉગાડે છે જે ખાઈ ને હજારો પક્ષીઓ પોતાની ભૂખ સંતોષ કરે છે. આ ખેડૂત જ્યાર થી ખેતીના કામે લાગ્યા ત્યારથી જ ચકલીઓ તેમજ અન્ય બીજા પક્ષીઓ માટે અનાજ ઉગાડે છે, પરંતુ તેઓ પહેલા ફક્ત ખેતર ની બોર્ડર પર જ ઉગાડતા હતા. પરંતુ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે આ અનાજ ખાવા વાળા પક્ષીઓ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આથી તેમને પક્ષીઓ માટે અલગ થી જ ખેતી કરવાનું શરૂ કરી દીધું.
તેઓ તેમના ખેતર માં બાજરો વાવે છે. પક્ષીઓ એટલી મોટી સંખ્યા માં આવે છે કે આટલો બાજરો તેઓ ફક્ત અઠવાડિયા માં જ પૂરો કરી નાખે છે. છોડ પર અનાજ પૂરું થતાં મુ થું મુરુગન ફરી વખત અનાજ વાવી દે છે. આ દયાળુ ખેડૂત પર્યાવરણ ની ચિંતા ની સાથેસાથે પક્ષીઓ ને ખુબજ પ્રેમ કરે છે. આ માટે તેઓ અનાજ ઉગાડવામાં કોઈ જાત ની દવા કે રસાયણ કીટનાશક વાપરતા નથી જેથી તેમને ઘણી વખત પાક નિષ્ફળ નો સામનો પણ કરવો પડે છે.
એમના મત મુજબ કીટનાશક નો ઉપયોગ કરવાથી ઘણી વખત પશુ પક્ષીઓ ના જીવ જોખમ માં મુકાઈ જાય છે જે તેઓ ઈચ્છતા નથી. પરંતુ ઘણા પ્રયાસો ના અંતે તેઓ કેમિકલ ફ્રી અનાજ ઉગાડવામાં સફળ રહ્યા છે. તેમના ખેતર માં આ ઓર્ગેનિક અનાજ ખાવા માટે દૂર દૂર થી પક્ષીઓ આવે છે. આ રીતે પક્ષીઓ અને મનુષ્યો એમ બંને ની ભૂખ મટાડનાર આ ખેડૂત ખરેખર મહાન માણસ છે અને પક્ષી માટે અન્નદાતા છે .