ઉત્તરાખંડના પવનદીપ રાજન બન્યા Indian Idol Season 12 ના વિજેતા, CM ધામીએ આપી શુભેચ્છાઓ
ઉત્તરાખંડના પવનદીપ રાજને પ્રખ્યાત રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલનું ટાઇટલ જીત્યું છે. પવનદીપને વિજેતા જાહેર કરવામાં આવતા તેના ઘરમાં ઉજવણીનું વાતાવરણ છે. સાથે જ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સ્પીકર પ્રેમચંદે પણ પવનદીપને શુભેચ્છાઓ પાઠવી હતી.
જાણો પવનદીપ વિશે: પવનદીપ રાજન મૂળ કુમાઉનો રહેવાસી છે. તેમનો જન્મ 1996 માં ચંપાવત જિલ્લાના વાલચૌડા ગામમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ પણ ચંપાવતથી જ કર્યો હતો. તેમના પિતા સુરેશ રાજન અને કાકા સતીશ રાજને તેમને બાળપણથી જ સંગીત શીખવ્યું હતું. પવન દીપ રાજનને સંગીત વારસામાં મળ્યું છે. તેમના દાદા શ્રી. રતિ રાજન પણ તેમના સમયના પ્રખ્યાત લોક ગાયક હતા.
પવનદીપની સંગીતનાં સાધનો પર મજબૂત છે પકડ: આખી દુનિયા આજે પવનદીપ રાજની પ્રતિભા જોઈ રહી છે. તેની પાસે માત્ર ગાયન કૌશલ્ય જ નથી, પણ તે વિવિધ સંગીતનાં સાધનો પર સારી પકડ ધરાવે છે. પવનદીપ તબલા, ગિટાર ડ્રમ્સ પણ વગાડે છે. જજોએ ઇન્ડિયન આઇડોલના સેટ પર પણ તેમની કુશળતાની પ્રશંસા કરી ચુક્યા છે.
પવનદીપના અવાજમાં છે સુકુન: પવનદીપ રાજનના અવાજમાં એક અલગ જાદુ છે. તેણે પોતાના અવાજથી ઘણી હસ્તીઓના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. તેને ઇન્ડિયન આઇડલના સેટ પર ઘણી વખત કહેવામાં આવ્યું છે કે તેના અવાજમાં સુકુન છે. પવનને પોતાની ઉત્કૃષ્ટ ગાયકીથી શોમાં ઘણી વખત જજો (judges) ની સ્ટેન્ડિંગ ઓવેશન મળી છે.