અંધવિશ્વાસ ને કારણે પોતાના જ સાસરિયાં વાળા સાથે લીધો ફિલ્મી સ્ટાઈલ થી બદલો, શરૂઆત માં કોઈ ને ભનક પણ ન લાગી હતી
દિલ્હીમાં એક વ્યક્તિએ તેની પત્નીના આખા કુટુંબનો નાશ કરવાનું કાવતરું ઘડ્યું અને તેના કાવતરામાં મોટા પાયે સફળ રહ્યો હતો. પરંતુ સામે જતાં સસરા ને તેના આરોપી જમાઈ પર શંકા જતા પરિવાર ના બાકી ના સભ્યો મોત નો કોઇલિયો બની જતાં બચી ગયા હતા. આ ઘટના પશ્ચિમ દિલ્હી ના ઇન્દ્રપુરી ની છે. સમાચાર અનુસાર, ઇન્દ્રપુરીમાં એક શખ્સે તેના સાસરિયાં ના ત્રણ સભ્યોને ઝેર આપી ને મારી નાખ્યા હતા. ઇન્દ્રપુરીના હોમિયોપેથી મેડિસિન ઉદ્યોગપતિ દેવેન્દ્ર મોહન શર્માએ તેમની પુત્રી દિવ્યાના લગ્ન વર્ષ 2009 માં વરૂણ(આરોપી) સાથે થયા હતા.
તેમના લગ્નના આઠ વર્ષ પછી, તેમને આઈવીએફ તકનીકથી જોડિયા બાળકો પ્રાપ્ત થયા. એક પુત્ર અને એક પુત્રી. હાર્ટ એટેકને કારણે વરુણના પિતાનું 28 ફેબ્રુઆરી 2020 ના રોજ અવસાન થયું હતું અને થોડા દિવસો પછી દિવ્યા ફરીથી ગર્ભવતી થઈ હતી. પરંતુ ડોકટરોએ દિવ્યાને ગર્ભ પડી દેવા કહ્યું કારણ કે દિવ્યા બાળકને જન્મ આપીને મરી શકે તેવી હાલત હતી. પરંતુ પતિ વરુણ આવું કરવા દેવા માંગતો ન હતો અને બાળક નો જન્મ ઈછતો હતો, પરંતુ સસરાપક્ષે તેની એક પણ વાત સાંભળી નહીં અને દિવ્ય નો ગર્ભ પડાવી નાખ્યો. આ વાત થી વરુણ ખૂબ ગુસ્સે થયો હતો અને તે બદલો લેવા માંગતો હતો.
વરુણે પરિવાર પર બદલો લેવા શું કૃત્ય કર્યું તેની કોઈએ કલ્પના પણ કરી ન હોત. ખરેખર, 15 ફેબ્રુઆરી પછી દિવ્યના પિતા દેવેન્દ્રના ઘરે મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ. દેવેન્દ્રની નાની પુત્રી પ્રિયંકા શર્માનું બી.એલ. કપૂર હોસ્પિટલમાં અજાણ્યા બીમારીથી નિધન થયું હતું. નબળાઇ અને શરીરમાં દુખાવોની ફરિયાદના આધારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધીરે ધીરે શરીર અને મગજનું કામ કરવાનું બંધ થઈ ગયું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરને આ રોગ વિશે અંત સુધી ખબર નહોતી. પુત્રીના અવસાન પછી દેવેન્દ્ર શર્માની પત્ની અનિતા શર્માએ પણ આ જ લક્ષણો બતાવ્યા હતા અને 21 માર્ચે અનિતા શર્માનું અવસાન થયું હતું.
દેવેન્દ્રની મોટી પુત્રી દિવ્યા અને દેવેન્દ્રમાં પણ આવા જ લક્ષણોની શરૂઆત થઈ હતી. તેમના ઘરે કામ કરતી મહિલા ના પણ વાળ ખારવા માંડ્યા. તે જ સમયે, પ્રિયંકાના અવસાન પછી, જ્યારે અનિતાની તબિયત લથડી ત્યારે દેવેન્દ્રએ તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં પ્રથમ તપાસ દરમિયાન, તેના લોહી અને પેશાબમાં થેલિયમ નામના ઝેરના અવશેષો મળી આવ્યા હતા. આ જ તપાસ નો અહેવાલ દિવ્યા અને દેવેન્દ્રનો આવ્યો હતો. ત્યારબાદ પોલીસને તેના વિશે જાણ કરવામાં આવી હતી.
દેવેન્દ્ર શર્માને ખબર પડી કે તેને અને તેના પરિવારને ઝેર આપવામાં આવ્યું છે. જ્યારે દેવેન્દ્ર શર્મા એ આ બાબતે વધારે વિચાર્યું તો તેને ધ્યાન માં આવ્યું કે 31 જાન્યુઆરીએ તેમના જમાઈ વરુણ અરોરાના ઘરેથી પાર્ટી હતી. આ દરમિયાન માછલીઓ બનાવવામાં આવી હતી અને તેમને ખાવા માટે આપવામાં આવી હતી. તેણે ઘરના બધા સભ્યોને માછલીઓ ખવડાવી. જ્યારે પ્રિયંકા ઘરમાં હાજર ન હતી ત્યારે પણ તેના માટે અલગથી રાખવામાં આવી હતી. જે તેણે પછી ખાધી હતી. ઘરે કામ કરતી મહિલા ને પણ ખવડાવી હતી. પરંતુ તેણે તેના બે બાળકો દૂધ પી રહ્યા છે એમ કહી ને તેમને માછલી ખાવા માટે આપી ન હતી.
પોલીસને આ વાતનો ખુલાસો કર્યા બાદ પોલીસે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે તેનો લેપટોપ કબજે કરી તેની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તેણે થેલિયમના ઝેર વિષે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, ઘરમાંથી થેલિયમની બોટલ પણ મળી આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે. વરુણના કહેવા મુજબ તેણે બદલો લેવા માટે આ બધું કર્યું છે.