અજબ ગજબ

3.5 કરોડ ની વીમા પોલિસી માટે પત્ની એ અકસ્માત નો ભોગ બનેલા પતિ ને જીવતો સળગાવ્યો

તામિલનાડુના કોઈમ્બતુરના ઇરોડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 57 વર્ષિય મહિલાએ તેના પતિને સાડા ત્રણ કરોડ રૂપિયાના વીમા રકમ માટે જીવતા બાળી દીધી હતી. તેણે પોલીસને ઘટના જણાવી હત્યાથી બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે આ ઘટનાનો ખુલાસો કરી મહિલા અને તેના સાથીની ધરપકડ કરી હતી.

પાવરલુમ ની કંપની નો 62 વર્ષીય માલિક રંગરાજ એક એક્સીડંટ થતા પૈસેટકે ધોવાઈ ગયો હતો. તેની સારવાર માટે લખો રૂપિયા નો ખર્ચ થયો હતો. તેની 57 વર્ષીય પત્ની જોથીમાં પોતાના પતિ મરી જવાની વાટ જોતી હતી. પરંતુ તેં બચી ગયા એટલે તેના નામ પર રહેલ સાડા ત્રણ કરોડ ની વીમા ની રકમ લેવા પત્ની એ દવાખાને થી પરત ફરતી વખતે પોતાના પતિ ને જીવતો સળગાવ્યો.

હોસ્પિટલમાંથી રજા આપીને રસ્તામાં બનાવને અંજામ આપ્યો

રંગરાજને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં તે ચાલવામાં અસમર્થ હતો. જોથીમાંની અને રાજા(આરોપી ને મદદ કરનાર) તેને કારમાંથી હોસ્પિટલની બહાર લઈ ગયા. રાજા કાર ચલાવતો હતો. તેણે સવારે 11.30 વાગ્યે તિરૂપુર જિલ્લાના પેરુમાનલુર નજીક વાલસુપાલયમ પાસે કાર રોકી. જોથીમાની અને રાજા કારમાંથી ઉતર્યા અને તેઓએ પેટ્રોલ લગાવી અને કારને આગ ચાંપી દીધી.

રંગરાજ કારમાં ચીસ પાડતો રહ્યો પરંતુ કારનો કાચ બંધ થવાને કારણે તેનો અવાજ બહાર આવી શક્યો નહીં. તે પગથી લાચાર હતો તેથી બહાર નીકળી પણ ન શક્યો. તે કારમાં સળગી ગયો. શુક્રવારે સવારે રાજાએ તિરુપુર રૂરલ પોલીસને કારમાં અચાનક આગની જાણ કરી હતી. તેણે હત્યાને અકસ્માત ગણાવી હતી.

જોથીમાંની અને રાજાને પૂછપરછ કરતાં પોલીસને શંકા ગઈ હતી, ત્યારે બંનેના નિવેદનો વિરોધાભાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શંકાના આધારે તપાસ વધુ તેજ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે જ્યારે રસ્તાના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે રાજા કેનમાં પેટ્રોલ ભરેલા પેટ્રોલપંપ પરથી બહાર આવ્યો છે. કડક પૂછપરછ દરમિયાન રાજાએ આ ઘટનાની કબૂલાત આપી હતી. ત્યારબાદ જોથીમાંની પણ તેના પતિને જીવંત બાળી નાખવાની સંમતિ આપી.

આ કામ ને અંજામ આપવા દોઢ લાખમાં રાજા સાથે થયો હતો સોદો

જોથીમાં એ પોલીસને કહ્યું કે તેને રંગરાજના વીમા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાની જરૂર છે, તેથી તેણે રંગરાજને મારી નાખવાની યોજના બનાવી. તેમણે આ યોજનામાં રાજાને શામેલ કર્યો. તેમણે કહ્યું કે રંગરાજે 1.5 કરોડ રૂપિયા વ્યાજખોરો પાસેથી ઉધાર લીધા છે, તે ચૂકવવા માટે આ કામ કર્યું હતું. તેણે રાજાને દોઢ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ કામ માટે રાજાને 50,000 રૂપિયાની એડવાન્સ પણ આપવામાં આવી હતી.

[quads id=1]

Related Articles

Back to top button