દેશ

પુલ પર પર ની રેલિંગ તોડી પિકઅપ વાન નદી માં ખાબકી: ટોટલ 9 શબ મળી આવ્યા, 11 જણા ડૂબ્યાં હોવાની આશંકા

પટના મા જૂના પાનાપુર ઘાટ પર પીપા પુલની રેલિંગ તોડી શુક્રવારે સવારે એક પીકઅપ વાન ગંગા નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 11 લોકોના ડૂબી જવાનો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવી છે. પીકઅપ વાનમાં સવાર એક જ પરિવારના બધા લોકો અકિલપુરથી દાનાપુરના ચિત્રકૂટનગર તરફ આવી રહ્યા હતા.

કહેવાય છે કે અકિલપુરમાં રહેતા રાકેશ કુમારે 21 એપ્રિલે તિલક સમારોહ કર્યો હતો. તિલક પુરો થયા પછી, દરેક દાનાપુરમાં તેમના ઘરે આવી રહ્યા હતા. દરમિયાન આ દુખદ અકસ્માત સર્જાયો હતો. વાન નદીમાં પડ્યાની જાણ થતાં જ પોલીસ અને ગોતા ખોરો ને સ્થળ ઉપર બોલાવાયા હતા. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગી ગઈ છે. પટનાના ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ઘટના દરમિયાન, પીકઅપ વાનની છત પર બેઠેલા ત્રણ લોકોએ છલાંગ લગાવી પોતાનો જીવ બચાવ્યો હતો. ત્રણેયમાં સુજિતકુમાર સિંહ, મનોજ સિંહ અને કિતબ રાય શામેલ છે. સવારે છ વાગ્યે થયેલા આ અકસ્માત બાદ સેંકડો લોકોનું ટોળુ સ્થળ પર એકઠા થઈ ગયું હતું.

પીકઅપ વાન ગંગામાં ઘુસી ગઈ હતી અને પુલ પર હંગામો થયો હતો. સ્થાનિક લોકો બચાવવા માટે પહોંચી ગયા હતા, સાથે જ વહીવટી તંત્રને પણ માહિતી આપવામાં આવી છે. આ પછી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી.

[quads id=1]

Related Articles

Back to top button