આપણા દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને આજે ઓળખની કોઈ જરૂર નથી. તેઓ તેમના લલઝ્યુરિસ શોખ માટે જાણીતા છે. તે જ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ તેની વૈભવી સુવિધાઓ માટે પ્રખ્યાત છે અને આ મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીના એન્ટિલિયાની આકર્ષક તસવીરો સતત વાયરલ થતી રહે છે. જોકે આજે અમે તમને એન્ટિલિયા વિશે નહીં પંરતુ તેમની પુત્રી ઈશા અંબાણી અને તેના પતિના શિશમહેલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે આનંદ પીરામલે બિઝનેસ જગતમાં નામ કમાવ્યું છે અને તે પિરામલ એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
એ જ રીતે ઇશા અંબાણીને તેના સસરા અજય પિરામલે લગ્ન પછી ખૂબ જ વૈભવી ઘર ગીફ્ટમાં આવ્યું હતું અને ઇશા અંબાણીના આ ઘરનું નામ ગુલીટા રાખ્યું છે. આ ઘર ખૂબ જ વૈભવી અને આલિશાન છે. સમાચાર મુજબ ઇશા અંબાણીનું આ ઘર સમુદ્રના સામે બનાવવામાં આવ્યું છે. તમને કહી દઈએ કે ઈશાના મહેલ જેવું આ ઘર 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને 2012 માં પીરામલ ગ્રુપે 450 કરોડમાં આ મકાન બનાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે પિરામલ ગ્રૂપ પહેલા આ મકાન હિન્દુસ્તાન યુનિલિવરનું હતું અને હવે આ ઘરના માલિક ઇશા અંબાણી અને આનંદ પીરામલ છે. આ મકાન 5 માળનું છે, જેમાં લિવિંગ રૂમ, શયન ખંડ, મંદિર અને ડાઇનિંગ હોલ ખૂબ જ વૈભવી રીતે બનાવવામાં આવ્યા છે અને આ આખું ઘર કાચથી બનેલું છે, જે તેની સુંદરતાને વધારે છે. લંડન સ્થિત એન્જિનિયરિંગ ફર્મે આ ઘરની ડિઝાઇન આપી છે.
ઇશા અંબાણીના આ પાંચ માળના લક્ઝરી બંગલોમાં ત્રણ બેસમેન્ટ છે અને આ મકાનમાં આઉટડોર બ્રિજ જેવી તમામ સુવિધાઓ છે. તેમના મકાનમાં તમામ લક્ઝુરિયસ લિવિંગ રૂમ, ડાઇનિંગ ફોર્મ, થિયેટર, જિમ છે.
આજ ક્રમમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા પણ 27 માળ છે, જ્યારે ઇશા અંબાણીનું ઘર ફક્ત 5 માળમાં બનાવવામાં આવ્યું છે અને એન્ટિલિયા 4 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જોકે ઇશા અંબાણીનું ઘર ગુલીટા 50 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ છે. જો આ બંને મકાનોની આ રીતે સરખામણી કરવામાં આવે તો, ઇશા અંબાણીનું ઘર ગુલીટા પિતા મુકેશ અંબાણીનું ઘર, એન્ટિલિયા કરતા 8 ગણા નાનું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…