પૈસા નો અહંકાર કરવો નહીં, તમે પૈસાથી આટલી વસ્તુ કદી ખરીદી નહીં શકો
આચાર્ય ચાણક્યની ગણતરી ભારતના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યની નીતિઓ દરેક સમસ્યાનું સમાધાન આપે છે. ચાણક્ય નીતિ પ્રત્યે આજે પણ લોકોનું આકર્ષણ ઓછું થયું નથી. ચાણક્યની નીતિઓ અંધારામાં દીવા તરીકે કામ કરે છે. ઘણા લોકો સંપત્તિની પાછળ દોડે છે, પરંતુ આચાર્ય ચાણક્યના કહેવા મુજબ આ દુનિયામાં પૈસા કરતા વધારે મહત્વની બીજી ઘણી બાબતો છે. વ્યક્તિએ ક્યારેય પૈસા અહંકાર ન કરવો જોઈએ.
પૈસા એક જગ્યાએ વધારે રહેતા નથી
આચાર્ય ચાણક્ય અનુસાર, ધનની દેવી માતા લક્ષ્મી છે અને માતાની પ્રકૃતિ ખૂબ જ ચંચળ છે. પૈસા એક જગ્યાએ વધુ સમય રહેતાં નથી. જે વ્યક્તિ સંપત્તિના અહંકારમાં ડૂબી જાય છે, તેને ભવિષ્યમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૈસા અહી નીચે દર્શાવેલી બાબતો ખરીદવા માં કામ આવતા નથી.
ધર્મ અને અધ્યાત્મ
આચાર્ય ચાણક્ય અનુસાર સંપૂર્ણ માનસિક શાંતિ મેળવવા માટે ધર્મ અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધર્મ અને અધ્યાત્મના માર્ગે ચાલવા માટે પૈસાની જરૂર હોતી નથી. ધર્મ વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવે છે અને આધ્યાત્મિકતા વ્યક્તિના મગજનો વિકાસ કરે છે.
મિત્રો, કુટુંબ અને સંબંધો
પૈસા થી આપણે મિત્રો, કુટુંબ અને સંબંધો ખરીદી શકતા નથી, તેથી જીવનમાં ક્યારેય પૈસા નો અહંકાર કરવો નહીં. એક સમયે તમારી પાસે પૈસા ખૂટી જશે, પરંતુ મિત્રો, કુટુંબ અને સંબંધો તમારી સાથે રહેશે.
પૈસાથી પ્રેમ ખરીદી શકતા નથી
આચાર્ય ચાણક્ય મુજબ જીવનમાં પ્રેમ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રેમની શક્તિને ઓળખવી જોઈએ. પ્રેમથી પૈસાથી ખરીદી શકાય નહીં. પ્રેમની અનુભૂતિ જ અનુભવાય છે.