પહેલી સપ્ટેમ્બર થી આ બેન્ક સેવિંગ એકાઉન્ટ ની થાપણો પર આપવામાં આવતા વ્યાજ દર માં કરવા જઈ રહી છે ઘટાડો
દેશની એક બેંક બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા જઈ રહી છે. આ બેંક પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી છે. પંજાબ નેશનલ બેંક 1 સપ્ટેમ્બર, 2021થી બચત ખાતાની થાપણો પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. આ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ પરથી મળી હતી. બેંકનો નવો વ્યાજ દર વાર્ષિક 2.90 ટકા રહેશે.
પીએનબીના જણાવ્યા અનુસાર નવો વ્યાજ દર પીએનબીના હાલના અને નવા બચત ખાતાઓ બંને પર લાગુ પડશે. હાલ પંજાબ નેશનલ બેંકમાં બચત ખાતા પર વ્યાજદર વાર્ષિક 3 ટકા છે. પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) હાલમાં ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ બચત ખાતા પર વ્યાજ દર હાલમાં વાર્ષિક 2.70 ટકા છે.
આ બંને બેંકો હવે પીએનબીનો ભાગ છે: હવે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા પણ પંજાબ નેશનલ બેંકનો ભાગ છે. આ બંને બેંકોને 1 એપ્રિલ, 2020થી પીએનબીમાં મર્જ કરવામાં આવી છે. તો હવે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓ પીએનબીની શાખાઓ તરીકે કામ કરી રહી છે.