રાજકારણ

માત્ર આમ આદમી પાર્ટી જ છે, જે લોકોના દુઃખમાં સહભાગી બની રહી છે: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભારે વરસાદના લીધે રાજકોટ ની કફોડી પરિસ્થિતિ ની મુલાકાત લેવા સદગુરુ પાર્ક , મંડા ડુંગર , ભાવનગર રોડ, હિંગળાજ પાન ની સામે, મહિકા ગામ  ખાતે ગયા હતા. તેમને જોયું કે કેવી રીતે ભ્રષ્ટ ભાજપના રાજમાં રસ્તાઓ તળાવ બની ગયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ જણાવ્યું કે, સામાન્ય જનતાને આવા જવામાં તકલીફ ભોગવવી પડી રહી છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે. એક વરસાદ એ સામાન્ય જનતા ના જીવન માં આવનારા અનેક દિવસો માટે હાલાકી ઉભી કરી દીધી છે. અને આ પરિસ્થિતિ ની જવાબદાર ફક્ત મહાભ્રષ્ટ ભાજપ જ છે.

ફરી એકવાર ભ્રષ્ટ ભાજપની પોલ ખુલ્લી ગઈ છે. પ્રિ-મોન્સુનના નામે સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી, તે આજે સાબિત થઈ રહ્યું છે. રવિવારના વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સ્થિતિ વણસી ગઈ હતી અને શહેર થી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

મહીકા ગામ માં ભ્રષ્ટ ભાજપ દ્વારા બનાવેલો પૂલ તૂટી જતા ગામ ની ચારોતરફ પાણી ભરાઈ ગયું અને ગામના લોકોને ગામ ની અંદર-બહાર જવાની તકલીફ પડે છે, આવી પરિસ્થિઓ માં આમ આદમી પાર્ટી જ હંમેશા થી જનતા માટે આગળ આવી છે. રાજકોટ માં પૂરગ્રસ્ત વિસ્તારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ લોકો ની મદદ કરવા ફૂડ પેકેટ નું વિતરણ પણ કર્યું અને લોકો ને આશ્વાસન આપ્યું કે આમ આદમી પાર્ટી દરેક સમસ્યા માં તેમની સાથે જ છે.

આજે ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેડૂતો પરેશાન છે, લોકો કામ પર જઈ શકતા નથી, બાળકોની શાળાઓ બંધ છે, લોકોના ધંધા-રોજગાર મુશ્કેલીમાં છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડી રહી હતી તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. આજે ગુજરાતમાં સેંકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી અને હવે લોકોને સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતા વર્ષોથી આ રીતે ભાજપની અરાજકતા થી વાકેફ છે.

ભાજપે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં અટવાયા છે. વિકાસ યાત્રા અને વિકાસ રથમાં ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ લોકોને પૂરથી બચાવવા માટે સરકાર પાસે ન તો પૈસા છે કે ન કોઈ વ્યવસ્થા. ભાજપ હંમેશા જનતાના પૈસા થી ખોટા પ્રચારમાં વ્યસ્ત રહે છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે.

દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં લોકોને મોટાપાયે નુકસાન થયું છે, પરંતુ વલસાડ ના લોકો માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા ભાજપે પોતાની રાજ્યની બેઠકમાં કરેલી ફાઈવ સ્ટાર વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને માત્ર ચૂંટણી અને સત્તાની ચિંતા છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને માફ કરવાની નથી. ભ્રષ્ટ ભાજપના કારણે આ વખતે જનતાને અબજોનું નુકસાન થયું છે, ટૂંક સમયમાં જનતા તેમની સામે અવાજ ઉઠાવશે.

અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરો રાજ્ય ને આર્થિક રીતે મજબૂત કરે છે, પરંતુ આજે વરસાદના કારણે આ તમામ મોટા શહેરોની કમર તૂટી ગઈ છે. આજે મોટા રાજમાર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ તો આખા વાહનો ખાડાઓમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા સ્થળોએ તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પરંતુ બહેરી અને મૂંગી ભ્રષ્ટ ભાજપ સરકાર ને આ બધું દેખાતું નથી, કારણ કે ભાજપે ક્યારેય લોકોની સમસ્યાઓ સાંભળી નથી. આજે માત્ર આમ આદમી પાર્ટી જ છે જે લોકોના દુઃખમાં સહભાગી બની રહી છે, આ જ આમ આદમી પાર્ટી ની વિચારધારા છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago