સમાચાર

ઓનલાઇન શિક્ષણ માટે લાલબત્તી સમાન કિસ્સો: 12 વર્ષ ના છોકરા એ 6 વર્ષ ની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

વર્ષ 2020 ના લોકડાઉન પછી શાળાઓ દ્વારા બાળકો ને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેના લીધે ભારત માં લગભગ તોતેર ટકા બાળકો સ્માર્ટફોન નો ઉપયોગ આ માટે કરતાં થયા છે. એવું માનવામાં આવે છે કે બાળકો સોશિયલ મીડિયા પર જેવુ જોવે એવું રિયલ લાઇફ માં અનુકરણ કરે છે.

તાજેતર માં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે લાખો વાલીઓ માટે ચિંતા નું કારણ બની શકે છે. ઓનલાઇન અભ્યાસ કરવા ફોન વાપરી રહેલા 12 વર્ષ ના એક કિશોર ને ધીમે ધીમે પોર્ન જોવાની લાત લાગી ગઈ. આ ઘટના રાયસિંહનગર ની છે. બાળકે ફોન માંથી અશ્લીલ હરકતો શીખી ને પોતાની જ 6 વર્ષ ની બહેન પર બળાત્કાર ગુજાર્યો.

આ કિશોર ને અત્યારે પોલીસ કસ્ટડી માં લીધો છે. વધુ પૂછપરછ માં જાણવા આવ્યું કે તે ફોન માં અશ્લીલ વિડિયો જોતો હતો અને તેને ઓનલાઇન ક્લાસ લેતી વખતે આ ટેવ પડી ગઈ હતી. આવા વધારે પડતાં ગંદા વિડિયો જોવાને લીધે તેના મગજ માં વિકારો વધતાં ગયા અને આવી ખરાબ ઘટના ને અંજામ આપ્યો.

આ બાળક અત્યારે ધોરણ 6 માં અભ્યાસ કરે છે. મહામારી ને કારણએ તે ઘરે બેઠા બેઠા તેના પિતા ના મોબાઈલ માં જ અભ્યાસ કરતો હતો. મોબાઈલ માં અભ્યાસ કરતી વખતે સ્ક્રીન પર એક લિન્ક આવી જેના પર તેનાથી અજાણતા ક્લિક થઈ ગયું અને પછી ધીમે ધીમે તેને આ જોવાની ટેવ પડી ગઈ.

વાલીઓ એ બાળકો નું આ બાબતે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ ?

અત્યાર ના બાળકો બોવ સ્માર્ટ થઈ ગયા છે. એક તારણ પરથી જાણવા મળ્યું છે કે ઘણા બાળકો આવા ગંદા વિડીયો જોઈ ને હિસ્ટરી ડિલીટ કરી નાખે છે. તેને રોકવા માટે તેમને કેટલીક વિશેષ એપ્લિકેશનો વાલીઓ ને મદદ કરી શકે છે. પરંતુ તમારે પહેલા ખાતરી કરી લેવી કે તમારું બાળક કઈક ખોટું જોઈ રહ્યુ છે પછીજ આ એપ નો ઉપયોગ કરવો.

Covenant Eyes, Kids Place – Parental Control, Abeona – Parental Control & Device Monitor વગેરે એપ્લિકેશનો તમને આ બાબતે મદદગાર નિવદશે. ફોન ના બ્રાઉસર માં કૂકીસ દ્વારા પણ તમે ટ્રેક કરી શકો છો. ક્રોમ બ્રાઉઝર ના સેટ્ટિંગ માં જાઓ. તેમાં નીચે જોશો તો તમને સાઇટ સેટ્ટિંગ વિકલ્પ જોવા મળશે. ત્યાં જઈને કૂકીસ વિકલ્પ ઓન કરી દો.

આમ કરવાથી સર્ચ હિસ્ટ્રી ડિલિટ થયા બાદ પણ તમે જાણશો કે ફોનમાં કઈ કઈ વેબસાઇટ્સ ઓપન કરવામાં આવી છે. કૂકીઝ વરપક્ષકર્તા દ્વારા મુલાકાત લીધેલી સાઇટ્સ, એક્ટિવિટી અને કોઈ વેબસાઇટ પર કાઢવામાં આવતા સમયની જાણકારી ભેગી કરી રાખે છે. પછી તમને ધ્યાન માં આવી જશે કે  તમારા સંતાને કયા પ્રકારની વેબસાઇટ્સન ખોલી હતી.

એક કાર્ટૂન ચેનલના સર્વે માં જાણવા મળ્યું છે કે ભારતમાં 96% ઘરો માં મોબાઇલનો જનરલ ઉપયોગ કરે છે એમાંથી તોતેર ટકા મોબાઇલ ફોન વપરાશકર્તા બાળકો છે અને તેઓ દરરોજ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button