દેશસમાચારસ્વાસ્થ્ય

ભારતના ખાતામાં જોડાઈ વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

ભારતના ખાતામાં જોડાઈ વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

દેશમાં કોરોના મહામારીને લઈને હાલમાં રસીકરણ અભિયાન ઘણું ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને જ 15 થી 18 વર્ષ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 2 કરોડ કિશોરોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના બે કરોડ કિશોરોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોની રસીકરણ માટે 1 જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં, આ વય જૂથના 12 લાખથી વધુ કિશોરોએ રસીકરણ માટે નોંધણી કરાવી હતી. વેક્સિનેશન માટે હાલમાં પણ કોવિન પોર્ટલ પર નોંધણી કરવાનું શરૂ છે. આ ઉપરાંત આ વયજૂથના લોકો સીધા રસીકરણ કેન્દ્ર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને તાત્કાલિક રસીકરણ પણ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત ગયા મહિને જ બૂસ્ટર ડોઝની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button