સુરત

કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો, કેજરીવાલે સુરતના નવા કોર્પોરેટર્સને સલાહ આપી

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કેજરીવાલ આજે રોડ શો યોજીને મતદારોનો આભાર માન્યો હતો.

તેના બાદ અરવિંદ કેજરીવાલે પોતાના ૨૭ કોર્પોરેટરોને સંબોધિત કર્યા હતા. અરવિંદ કેજરીવાલે પોતાના કોર્પોરેટર્સને સૂચના આપતા કહ્યું કે, પ્રજાલક્ષી કાર્ય કરજાે. કોઈ રજૂઆત કરવા આવે તો ચોક્કસથી તેમને એક કપ ચા પીવડાવજાે. કોઈ પણ ખોટું કામ ભાજપને કરવા દેશો નહિ. મનપામાં ભાજપને કોઈપણ ગેરરીતિ કરવા દેશો નહિ. ભાજપના કોર્પોરેટરોને નાની યાદ કરાવી દેજાે.

અરવિંદ કેજરીવાલને નિહાળવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તો સાથે જ તેમને જાેઈને કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. ફૂલહાર સાથે કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેજરીવાલને જાેઈને આપ ગુજરાતમાં નવો જુસ્સો આવ્યો હોય તેવું કાર્યકર્તાઓને અનુભવાયું હતું. જાેકે, કેજરીવાલે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તેઓ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ તરફ જવા રવાના થયા હતા. તો તેમણે બપોરનું ભોજન આપના સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે કર્યું હતું.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago