બોલીવુડ સિનેમાથી આજે સવારના ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. પ્રખ્યાત સિંગર લતા મંગેશકરનું અવસાન થઈ ગયું છે. તેમની ઉમર ૯૨ વર્ષ હતી. તેમની સારવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ આજ સવારના તેમને અંતિમ શ્વાસ લીધા હતા. જયારે તેમના અવસાન બાદ નેતાઓથી અનેક લોકો તેમને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. એવામાં PM નરેન્દ્ર મોદી દ્વારા તેમના અવસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદી દ્વારા ભારત રત્ન લતા મંગશકરના અવસાન પર દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું શબ્દોથી વર્ણવી શકું નહીં હું દુઃખી છુ. લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગાય છે. લતા દીદીના ચાલ્યા જવાથી દેશમાં એક ખાલીપણું સર્જાયું છે જે ભરી શકાતી નથી. આવનારી પેઢીઓ યાદ રાખશે કે, લતા મંગેશકર કેટલા મોટા કલાકાર રહેલા હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત રહેલી હતી.
I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO
— Narendra Modi (@narendramodi) February 6, 2022
તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર કોરોનાની ઝપેટમાં આવતા તેમને થોડા દિવસો પહેલા હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ ફરી એક વખત તેમની તબિયત બગડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તે કોરોના સામે જંગ હારી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત સિંગર લતા મંગેશકરને 11 જાન્યુઆરીના રોજ સવારના કોરોના સંક્રમિત આવ્યા બાદ તેમને મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પછી તેમની તબિયતમાં સુધારો થયો તેવો પણ સમાચાર આવે આવ્યા હતા. પરંતુ તેમની તબિયત ફરી બગડતા તેમનુ અવસાન થઈ ગયું હતું.
જ્યારે લતા મંગેશકરના ચાલ્યા જવાથી બોલીવુડમાં મોટી ખોટ રહેશે. કેમ કે તેમને 1942 માં 13 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. તેમને પોતાની કારકિર્દીમાં અનેક ભાષાઓમાં 30,000 થી વધુ ગીતોને ગાયા છે. આ સિવાય ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.