દેશ

બે માથા, 3 હાથ ધરાવતી જોડિયા બાળકીનો જન્મ થયો

મહિલાએ ખાનગી હૉસ્પિટલ ખાતે જોડકી બાળકીને જન્મ આપ્યો, બંને બાળકીના માથાનો સંપૂર્ણ વિકાસ થયો છે.

ઓડિશા રાજ્યના કેન્દ્રપાડા જિલ્લામાં રવિવારે એક ખાનગી હૉસ્પિટલમાં એક મહિલાએ જુડવા બાળકીને જન્મ આપ્યો છે. જોકે, જુડવા બહેનો ખાસ છે, તેને બે માથા છે પરંતુ શરીર એક જ છે. બાળકીના ચારને બદલે ત્રણ હાથ છે. આ બાળકીઓનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો છે. મહિલા બીજી વખત માતા બની છે.

બાળકીઓના માથાનો સંપૂર્ણ રીતે વિકાસ થયો છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ સ્થિતિ છે. મહિલાની ડિલિવરી એક ખાનગી હૉસ્પિટલમાં ઑપરેશનથી કરાવવામાં આવી હતી. જે બાદમાં તેણીને કેન્દ્રપાડા જિલ્લા મુખ્ય હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રપાડા જિલ્લા હૉસ્પિટલના શિશુ નિષ્ણાત ડૉક્ટર દેબાસીષ સાહૂએ જણાવ્યું કે, નવજાત બંને મોઢેથી દૂધ પી રહી છે.

આ ઉપરાંત બાળકીઓ બંને નાકથી શ્વાસ પણ લઈ રહી છે. ડૉક્ટર સાહૂના જણાવ્યા પ્રમાણે બંને બાળકીઓ એકદમ તંદુરસ્ત છે. જોકે, ખાસ કાળજી રાખી શકાય તે માટે બંનેને સરદાર વલ્લભભાઈ પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પિડિયાટ્રિક (શિશુ ભવન), કટક ખાતે ખસડેવામાં આવી છે.

[wpna_related_articles title=”આ પણ વાંચો” ids=”5264,5257,5248″]

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના આગ્રામાં જય દેવી હૉસ્પિટલ ખાતે આવા જ જોડિયા બાળકનો જન્મ થયો હતો. આ બાળકોને ચાર હાથ, ચાર પગ અને જોડાયેલા બે માથા છે. આ બાળકો જોડિયા હોવાની સાથે સાથે એકબીજા સાથે જોડાયેલા પણ છે. બંને નવજાતનું શરીર પેટના ભાગેથી જોડાયેલું છે. આ ઉપરાંત ચાર હાથ, ચાર પગ અને બે માથા અલગ અલગ છે.

[quads id=1]

Related Articles

Back to top button