દેશ

હવે પગાર માટે એક મહિના સુધી નહિ જોવી પડે રાહ

કોરોના મહામારી બાદ ઘણી બધી કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે. પરંતુ આ દરમિયાન એક કંપનીએ એવી જાહેરાત કરી છે. કે તે તેમની કંપનીના કર્મચારીઓને દર અઠવાડિયે પગાર આપશે. કોરોનાની વૈશ્વિક મહામારીના આ સમયમાં ઇન્ડિયામાર્ટ કંપનીએ પોતાના કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી આ જાહેરાત કરી છે. હવે ઇન્ડિયામાર્ટના કર્મચારીઓએ એક મહિના સુધી પગાર માટે રાહ જોવી નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, અનેક દેશોમાં કંપનીઓ દર અઠવાડિયે તેમના કર્મચારીઓને પગાર ચૂકવી રહી છે. હવે ભારતમાં IndiaMART એ તેની પહેલ શરૂ કરી છે. ઈન્ડિયામાર્ટની આ પોલીસીથીતેમની કંપનીના કર્મચારીઓમાં હાલ ઉત્સાહ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, સાપ્તાહિક વેતન ચૂકવનારી ઈન્ડિયામાર્ટ એ દેશની પ્રથમ કંપની બની છે. કંપનીના જણાવ્યા અનુસાર, ‘બદલાઇ રહેલા સમય અને વધી રહેલ નાણાકીય બોજને ધ્યાનમાં લઇને આ જાહેરાત કરી છે. અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ,હોંગકોંગ જેવા અનેક દેશોમાં આ પ્રથા પહેલેથી જ છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાયેલા સંજોગો તેમજ કર્મચારીઓના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈન્ડિયામાર્ટના સીઇઓ દિનેશ ગુલાટીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયને કંપનીના દરેક વ્યક્તિએ આવકર્યો છે. ઘણા વર્ષો પહેલા કંપનીએ આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અમારી કંપનીમાં અનેક લોકોને દર અઠવાડિયે ઈન્સેટિવ આપવામાં આવે જ છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમનો વિચાર મુકનાર ઈન્ડિયામાર્ટ પહેલી કંપની હતી. આમ ઈન્ડિયામાર્ટ કંપની કર્મચારીઓના હિત માટે દર વખતે નવી નવી પહેલ કરે છે.

કંપનીનું કહેવું છે કે, આ નિર્ણય પછી સરળતાથી કર્મચારીઓની નાણાકીય જરૂરિયાતો પુરી થશે. અને એક મહિના સુધી પગાર માટે રાહ પણ જોવી પડશે નહીં. દેશમાં પ્રથમ વખત કોઈ કંપની આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેનાથી કર્મચારીઓને બધી બાજુથી ફાયદો થશે.

[quads id=1]

Related Articles

Back to top button