દેશવ્યવસાયસમાચાર

પેટ્રોલ-ડીઝલ જ નહીં, સામાન્ય જરૂરિયાતની આ વસ્તુઓના ભાવમાં પણ આ મહિને થયો છે વધારો

પેટ્રોલ-ડીઝલ જ નહીં, સામાન્ય જરૂરિયાતની આ વસ્તુઓના ભાવમાં પણ આ મહિને થયો છે વધારો

મંગળવાર બાદ આજે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા લિટર હતી જ્યારે ડીઝલ 87.47 રૂપિયા લિટરે વેચાઈ રહ્યું હતું. દિલ્હીમાં સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જયારે, પેટ્રોલની કિંમત વધીને 97.01 પ્રતિ લિટર થઈ ગઈ છે. આ વધારો ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચમાં થયો છે. ઈંધણ સિવાય કેટલીક અન્ય વસ્તુઓ અને સામાન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

ચાલો જાણીએ આ મહિને અન્ય કઈ કઈ વસ્તુઓના ભાવમાં થયો છે વધારો…

પેક્ડ દૂધ મોંઘું થયું: અમૂલ, મધર ડેરી અને પરાગ જેવા સહકારી દૂધ સંઘોએ તેમના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં સાંચી મિલ્ક કો-ઓપરેટિવ ફેડરેશને પણ ભાવમાં વધારો કર્યો છે પરંતુ સાંચી બ્રાન્ડના દૂધની કિંમતમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LPG ના ભાવમાં વધારો: રિપોર્ટ અનુસાર, મંગળવારે ઘરેલુ રસોઈ ગેસ (અથવા LPG) ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ રાંધણ ગેસ (LPG Cylinder Price)ની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે તમારે એક સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. નવીનતમ ભાવ વધારા સાથે, દિલ્હી અને મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા થઈ જશે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 976 સુધી પહોંચી જશે. જયારે, ચેન્નાઈમાં રાંધણ ગેસ માટે 965.50 રૂપિયા અને લખનૌમાં 987.50 રૂપિયા ચૂકવવા પડશે. જણાવી દઈએ કે આ પહેલા 6 ઓક્ટોબર 2021ના રોજ ઘરેલુ એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

લગભગ ચાર મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો: લગભગ 137 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ પગલું ભરવું પડ્યું છે.

CNG ના ભાવમાં વધારો: કાર અને અન્ય વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પણ વધારો થયો છે. 8 માર્ચથી દિલ્હીમાં CNGની કિંમતમાં 50 પૈસા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. એનસીઆરમાં આ વધારો 1 રૂપિયા પ્રતિ કિલો છે.

મેગી નૂડલ્સ માટે તમારે વધુ ચૂકવણી કરવી પડશે: મેગી નૂડલ્સ બનાવતી કંપની નેસ્લેએ આ મહિને તેના ભાવમાં પ્રતિ પેક 2 રૂપિયાનો વધારો કર્યો છે. મેગી નૂડલ્સનું ડોથા પેક, જે અગાઉ 12 રૂપિયામાં મળતું હતું, તે હવે 14 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મોટા પેક માટે ગ્રાહકોને હવે 3 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિક, બ્રુ અને તાજમહેલની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button