યુક્રેનમાં રશિયન હુમલાને કારણે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. ભારત સરકાર ઓપરેશન ગંગા અભિયાન હેઠળ આ વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢી રહી છે. આ યુદ્ધમાં ભારતના એક વિદ્યાર્થીનું મોત પણ થયું છે જેણે ભારતની મેડિકલ સિસ્ટમ પર સવાલો ઉભા કર્યા છે. સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે યુક્રેન જેવા દેશોમાં શા માટે જાય છે. મેડિકલ સંસ્થાઓની ઉંચી ફી અને શિક્ષણની સુસ્ત વ્યવસ્થા સહિતના અનેક કારણો સામે આવ્યા છે. હવે મેડિકલ સિસ્ટમમાં ચાલી રહેલી આ સમસ્યાઓના ઉકેલ માટે આનંદ મહિન્દ્રા આગળ આવ્યું છે. તેમણે દેશમાં મેડિકલ કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.
મહિન્દ્રા યુનિવર્સિટીમાં ખુલી શકે છે મેડિકલ કોલેજ
વાસ્તવમાં, ટ્વિટર પર ઉધોગપતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલને Quote કર્યું છે. તેણે આ ટ્વિટમાં કહ્યું કે, મને ખબર ન હતી કે ભારતમાં મેડિકલ કોલેજોની આટલી અછત છે.
તેમણે ટેક મહિન્દ્રાના સીઈઓ સી.પી ગુરનાનીને ટેગ કરતાં કહ્યું, “શું અમે મહિન્દ્રા યુનિવર્સિટીમાં મેડિકલ કોલેજ સ્થાપવા અંગે વિચાર કરી શકીએ છીએ?
ફી હશે ઓછી
આ ટ્વીટ પછી ઘણા યુઝર્સે કહ્યું કે માત્ર ભારતમાં સીટોની અછતને કારણે મોટી સંખ્યામાં બાળકો મેડિકલ કોલેજના અભ્યાસ માટે યુક્રેન નથી જતા. મોંઘા તબીબી અભ્યાસને કારણે પણ તેઓ યુક્રેન જેવા દેશોમાં જાય છે.
જ્યારે પી. વંશીધર રેડ્ડી નામના યુઝરે આનંદ મહિન્દ્રાને કહ્યું કે ‘હા આઈડિયા સારો છે પરંતુ અન્ય સંસ્થાઓની જેમ ફી કરોડોમાં ન રાખો.’ આનંદ મહિન્દ્રાએ આના પર લખ્યું, આનું ધ્યાન રાખવામાં આવશે.
આનો અર્થ એ થયો કે આનંદ મહિન્દ્રા મેડિકલ કોલેજની સ્થાપના સાથે તે તેની ફીનું પણ ખાસ ધ્યાન રાખશે જેથી તે દેશમાં રહીને સારો અભ્યાસ કરી શકે.
મજબૂરીમાં દેશના વિદ્યાર્થીઓ જાય છે વિદેશ
નેશનલ મેડિકલ કમિશન મુજબ, એક વર્ષમાં કુલ 90,825 એમબીબીએસ બેઠકો ધરાવતી 605 મેડિકલ કોલેજો છે અને 2021માં લગભગ 1.6 મિલિયન વિદ્યાર્થીઓએ એમબીબીએસ પ્રવેશ માટેની NEET પરીક્ષા પાસ કરી છે.
ભારતમાં તબીબી અભ્યાસ માટે 16માંથી માત્ર એક વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ યુક્રેન, બેલારુસ, રશિયન, જ્યોર્જિયા, આર્મેનિયા, ચીન, ફિલિપાઈન્સ જેવા દેશો તરફ વળે છે જે ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોની તુલનામાં સારી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…