હાલ માં ગુજરત માં કોરોના ના કેસ ના આકડા વાયુ વેગે વધતાં જાય છે. સરકાર સતત તેને અટકાવવાના પ્રયત્નો કરી રહી છે. બીજીબાજુ આપણ ને જોવા મળે છે કે ઘણા લોકો રાજકીય મેળાવડા માં તમામ પ્રકાર ના નિયમો નેવે મૂકી ને માસ્ક પહેર્યા વગર જ રખડતા જોવા મળે છે.
હાલ માં પત્રકાર દ્વારા નીતિન પટેલ ને આ બાબતે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે ” એક બાજુ સંક્રમણ અટકાવાનું, જો સંક્રમણ થયું હોય તો તેની સારવાર કરવી અને બીજી બાજુ વેક્સિન આપવી આ રીતે રાજ્ય સરકાર તમામ પ્રકાર ના વ્યુ અપનાવીને કામ કરી રહી છે. અને ચાર મહાનગરો મા કર્ફ્યુ ની મુદત પૂરી થતી હતી એ મુદત પણ વધારી દેવામાં આવી છે. અને ગામડા તેમજ શહેર મા વસતા તમામ લોકો ફરજીયાત માસ્ક પહેરી ને સરકાર ની બધી ગાઈડલાઇન નું પાલન કરે”
ત્યાર બાદ પત્રકાર દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો કે ઘણા રાજકીય કાર્યક્રમો મા ઘણા લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવતા નથી તેના વિશે શું કહેવું છે. જવાબ આપતાં માનનીય નીતિન પટેલે કહ્યું કે “અમે જે સૂચનાઓ આપીએ છીએ તેં દરેક વ્યક્તિ ને લાગુ પડે છે પછી તેં રાજકીય વ્યક્તિ હોય સામાજિક વ્યક્તિ હોય ધાર્મિક વ્યક્તિ હોય, વેપારી હોય કે કારીગર હોય, બધા ગુજરાતીઓ એ આ નિયમો નું પાલન કરવું જરૂરી છે, પોતાના માટે જરૂરી છે, પોતાના પરિવાર માટે જરૂરી છે, અને રાજ્ય માટે જરૂરી છે. માટે બધા પોતાના રીતે જાણી ને સમજી ને એક જવાબદાર નાગરિક તરીકે બધા જ સૂચનાઓનું પાલન કરે એવી હું આશા રાખું છું.”
ત્યારબાદ પત્રકાર દ્વારા ડૉક્ટરઓ ની નિવૃત્તિ ને લઇ ને આવતી અરજી અંગે ના પ્રશ્ન ના જવાબ આપતાં સાહેબે જણાવ્યું કે “છેલ્લા કેટલાક સમયથી સ્વાભાવિક છે જે ડોક્ટરો રિટાયરમેન્ટ થવાની ઉંમર પર આવ્યા હોય જેમની પેન્શનપાત્ર નોકરી થઈ ચૂકી હોય એટલે કે હવે નિવૃત્ત થાય, પેંશન પણ મેળવી શકે અને પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ પણ કરી શકે.
એવી ગણતરી થી કેટલાક ડોક્ટરોએ થોડા મહિનાઓમાં જે રાજીનામાં મુક્યા છે, પણ અમારા આરોગ્ય વિભાગ તરફ થી, મારાં તરફ થી કોઈ પણ ડૉક્ટર નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નથી. અમે બધા જ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પૂર્ણ ન થાય નાગરિકોને અત્યારે ડોક્ટરોની સેવાઓની હોસ્પિટલોને સેવાઓની જરૂર છે એટલે કોઈ પણ કક્ષા ના કોઈ પણ ડૉક્ટર નું રાજીનામુ રાજ્ય સરકાર મંજુર કરવાની નથી.
કદાચ કોઈ ડૉક્ટર પોતે ગંભીર બીમારી ધરાવતા હોય નોકરી પર આવી શકતા ન હોય એવા ખાસ કિસ્સાઓમાં જ અમે રાજ્ય સરકારે નિવૃત્તિ ની અરજીઓ અમે સ્વીકારી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…