સમાચાર

અગાસી માં કપડાં સુકાવવા ગયેલ મહિલા નું એસી કમ્પ્રેસર માં આગ લાગતા નીપજ્યું મોત, સળગેલી હાલત માં મળી લાશ

રાજકોટ ના હરીધવા માર્ગ પર આવેલા પટેલ ચોક માં રાજલક્ષ્મી સોસાયટી માં એક મકાનની અગાસી પર સળગેલી હાલત માં મહિલાની લાશ મળી આવતા ભકિતનગર પોલીસ સ્ટેશન ના પોલીસ અને 108 એમ્બુલન્સ ફટાફટ ઘટના સ્થળે પહોંચી હતી.

કમ્પ્રેસર માં થયેલ શૉર્ટસર્કિટ ને લીધે મહિલાને કરંટ લાગતા આ સમગ્ર દુખદ ઘટના ઘટી છે. કમ્પ્રેસર આગથી સળગી ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહયું છે. મહિલા ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ માં આવ્યો છે. અને મહિલા નો પરિવાર પણ આ સમગ્ર ઘટનાની જાણ થતાં હોસ્પિટલ દોડી ગયો હતો.

આ બનાવ વિષે વિગતવાર જોઈએ તો હરીધવા રોડ, પટેલ ચોક પાસે રાજલક્ષ્મી સોસાયટી-1 માં રહેતા નિતાબેન મીઠાભાઇ રામાણી (પટેલ) (ઉ.વ. પર) નામના મહિલાનો મૃતદેહ આજે સવારે તેમના મકાનની અગાસીએ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો તેમજ તેમના મૃતદેહની બાજુમાં એસીનું કમ્પ્રેસર પણ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું છે.

અગાસી પર કંઇક સળગતુ હોવાની જાણ થતાં બાજુમાં જ રહેતા એક શિક્ષક તરત દોડી ગયા અને ફાયર સેફટી બોટલથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને 108 બોલવામાં આવી હતી. ભકિતનગર પોલીસ મથકનાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ થોડીવારમાં જ પહોંચેલી 108નાં સ્ટાફે નીતાબેનને મૃત જાહેર કર્યા હતા.

નિતાબેન ના પતિ મીઠાભાઈ રામની ને યોગેશ્વર મેન રોડ પર લોખંડ નું કારખાનું છે એને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પોલીસે મળેલી પ્રાથમીક માહિતી અનુસાર નિતાબેન દરરોજ સવારે નિત્યક્રમ મુજબ આજરોજ અગાશી માં કપડા સુકવવા ગયા હતા. ત્યાં અગાસી પર ફિટ કરેલ એસી ના કમ્પ્રેસર માં કઈક ખામી સર્જાતાં સૉર્ટસર્કિટ થતાં નિતાબેન ને વીજકરંટ લાગ્યો અને ઢળી પડ્યા.

બાદ કમ્પ્રેસરમાં આગ લાગતા પોતે પણ ભડભડ સળગ્યા હતા અને આખા શરીરે દાઝી જવાથી નીતાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. નીતાબેનનાં મોતથી પરિવાર અને આસપાસ માં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકમાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા સહિતનાં સ્ટાફે કાગળો કરી નીતાબેનનાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ઘટનાને પગલે આજુબાજુનાં સ્થાનિકો પણ વિસ્તારમાં એકઠા થઇ ગયા હતા.

[quads id=1]

Related Articles

Back to top button