સમાચાર

ચીનમાં કોરોનાની નવી લહેર, જિનપિંગ સરકારે 90 લાખની વસ્તીવાળા શહેરમાં લગાવ્યું સખ્ત લોકડાઉન

કોરોનાવાયરસના કેસોમાં નવી સ્પાઇક વચ્ચે ચીન દ્વારા 90 લાખની વસ્તી ધરાવનાર ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લગાવી દીધું છે. આ હેઠળ લોકોને ઘરમાં જ રહેવું પડશે અને સામૂહિક પરીક્ષણના ત્રણ રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. બિન-આવશ્યક બિઝનેસને બંધ કરી દેવામાં આવ્યા છે અને પરિવહન લિંક્સ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ચીને 11 માર્ચના દેશભરમાં લોકલ ટ્રાન્સમિશનના 397 કેસ નોંધ્યા છે. તેમાંથી 98 જીલિન પ્રાંતમાં ચાંગચુનના નજીક છે.

ગ્લોબલ ટાઈમ્સની રિપોર્ટ મુજબ, શૂન્ય કોવિડ નીતિને જલ્દીથી જલ્દી પ્રાપ્ત કરવા માટે પુર્વોત્તર ચીનના જિલીન પ્રાંતની રાજધાની ચાંગચુનમાં ન્યુક્લિક એસિડ પરીક્ષણો હાથ ધરવામાં આવશે. તેની સાથે ન્યુક્લીક એસિડના વધુ ત્રણ રાઉન્ડ ટેસ્ટ કરવામાં આવશે, જેથી તમામ છુપાયેલા કેસ શોધી શકાય. 8 માર્ચથી ચાંગચુનમાં અત્યાર સુધી કોરોનાના 48 નવા કેસ જોવા મળ્યા છે.

ચાંગચુન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ઝાંગ જિંગગુઓએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું છે કે, ચાંગચુનમાં જોવા મળેલ પ્રથમ કેસનો કોવિડ પ્રભાવિત વિસ્તારની મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે. તેમણે જણાવ્યું કે, ચાંગચુનના 11 કેસોના જીનોમ સ્ટડી કરવાથી જાણવા મળ્યું છે કે તે તમામ ઓમિક્રોન વેરિઅન્ટના સ્ટ્રેન છે. જિંગગુઓએ જણાવ્યું છે કે, ચાંગચુનમાં રોગચાળાની સ્થિતિ હજુ પણ વધી રહી છે અને ટુંક જ સમયમાં કેસોની સંખ્યામાં વધારો થવાની આશા છે.

[quads id=1]

Related Articles

Back to top button