નટુકાકાનું નામ સાંભળીએ એટલે તારક મહેતા સિરિયલમાં ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક નજરે પડે. ઘનશ્યામ નાયક જેઓ પહેલેથી જ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરતાં જ આવ્યા છે.મોટેભાગની બૉલીવુડ ફિલ્મો પણ કરી છે. આ ઉપરાંત પરિવારમાં પણ નાટકો અને ભવાઇ મંચ સાથે જોડાયેલો રહ્યો છે.
તાજેતર મળેલા સમાચાર અનુસાર ઘનશ્યામ નાયકની તબિયત લથડી હતી, તેમને ગળાનું કેન્સર છે. તે જાણ્યા બાદ પણ તેઓ પોતાના કામને ન છોડ્યું . સાથે તેમણે તેની સારવાર પણ શરૂ કરી દીધી હતી. કીમિયો થેરાપી સારવાર લેતા તેઓ સારા થઈ ગયા. પછી ફરી પોતાની સિરિયલ તારક મહેતાના સેટ પર હાજર થયા શૂટિંગ કરતાં હતા.
પરંતુ હાલની ચાલતી કોરોનાની મહામારીના સમયમાં કોરોનાને કારણે ફિલ્મ અને ટીવી શૂટિંગ થોડાક સમય બંધ હતું. અને થોડા સમય પહેલા શૂટિંગ ફરી શરૂ થઈ ગયું. પણ અમુક નિમયમોને આધારે ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને શૂટિંગમાં સામેલ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
ત્યારે તારક મહેતા નું શૂટિંગ શરૂ હતું, છતાં પણ નટુકાકાને ન આવવા માટે જણાવવામાં આવ્યું ત્યારે એમને ખૂબ જ દુઃખ થયું હતું. અને ત્યારે મીડિયામાં ઘનશ્યામ નાયક બોલ્યા હતા કે હું મારા અંતિમ સમય સુધી કામ ચાલુ રાખીશ,હું મેકઅપ સાથે મરવાનું પસંદ કરીશ.
હાલની માહિતી મુજબ તેમની તબિયત સારી છે.તેઓ એ મુશ્કેલ સમયમાં પણ પોતાના કામને માન આપ્યું. શોમાં બતાવ્યા અનુસાર દમણમાં શોનું શૂટિંગ કરી રહ્યા છે.બહુ જલ્દી જ મુંબઈમાં શૂટિંગ શરૂ થવાના સમાચારથી તેઓ ઘણા ઉત્સાહિત છે.