પૂજા દરમિયાન નાળિયેર ખરાબ નીકળે તો ભગવાન આપે છે આ સંકેત, જાણી લ્યો તેનો અર્થ અહી ક્લિક કરી
હિન્દુ ધર્મમાં હવન -યજ્ઞની પૂર્ણાહુતિના સમયે નાળિયેર ચઢાવવાનું વિશેષ મહત્વ છે, તે સમયે કેટલીકવાર એવું બન્યું છે કે નારિયેળ ખરાબ નીકળે છે. જેના કારણે બધા નિરાશ થઈ જાય છે. જોકે એમાં નિરાશ થવાની જરૂર નથી.
કારણ કે નારિયળ નું ખરાબ નીકળવું એ શુભ શુકન માનવામાં આવે છે.નાળિયેર એ માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે. જો પૂજામાં રખાયેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક ખરાબ થવાનું છે.
પરંતુ નાળિયેર ખરાબ નીકળે તે તો શુભ કહેવાય છે. ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે.કે, જો નાળિયેર વધેર્યા પછી તે અંદરથી ખરાબ નીકળે તો તેનો અર્થ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણરીતે ખરાબ થઈ ગયું. એટલું જ નહીં, એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે.
નારિયેળ જો સારું નીકળે તો તેનો પ્રસાદી તરીકે વહેંચી દેવું જોઈએ. આમ કરવું શુભ મનાય છે. તો, હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરો, ત્યારે જો તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો છે, તેમ માની ભગવાનના આશીર્વાદ મળી ગયા છે.
જ્યારે નારાયણે પૃથ્વી પર અવતાર લીધો હતો તે પોતાની સાથે દેવી લક્ષ્મી, નાળિયેરનું વૃક્ષ અને કામધેનુ લાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે પૂજામાં નારિયળને ચડાવ્યા બાદ તેને ફક્ત પુરુષો જ વધેરી શકે છે. તેમાંથી નીકળતા પાણીથી ભગવાનની પ્રતિમાઓને અભિષેક કરવામાં આવે છે.કોઈ પણ શુભ કામ કરતી વખતે નાળિયેરનું વધેરવાનું શુભ ગણાય છે.
પરંતુ ઘણી વખત એવું થાય છે કે પૂજા સંપન્ન થયા બાદ નાળિયેર વધેરવામાં આવે છે, તો તે ખરાબ નિકળે છે. ત્યારબાદ લોકો પોતાની રીતે અનુમાન લગાવવાનું શરૂ કરી દેતા હોય છે કે તેને અશુભ માનવામાં આવે છે. ઘણા લોકોનું માનવું હોય છે કે તે એ બાબતનો સંકેત હોય છે કે આવનારા સમયમાં અમુક અશુભ ઘટના બની શકે છે.
અમુક લોકોનું તો એવું પણ માનવું હોય છે કે પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવેલ નાળિયર ભગવાન સ્વીકાર કરતા નથી, જેના કારણે તે ખરાબ નિકળે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે હકીકતમાં આવું બિલકુલ હોતું નથી.
જો નાળિયેર ખરાબ નીકળે છે તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે.નાળિયેર ખરાબ નીકળે એનો અર્થ સમજી લેવામા આવ્યો છે કે જે મનોકામના માટે પૂજા કરવામા આવી છે તે પૂર્ણ થવાના સંકેત છે.એટલુ જ નહી, પરંતુ આ દરમિયાન તમે જે કંઈ માગશો, તે ચોક્કસપણે તમને મળશે.