નકલી કાગળિયા દ્વારા સરકારી કામ પાર પડનારાઓ સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણા ઘૂસપેઠીયાઑ આવી રીતે નકલી કાગળો દ્વારા ભારતીય નાગરિક માટે જરૂરી ના મહત્વ ના દસ્તાવેજો બનવડાવી લે છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશ ના બરેલી માં સામે આવ્યો છે.
ઉત્તર પ્રદેશના બરેલીમાં બનાવટી દસ્તાવેજો ની મદદ થી પાસપોર્ટ મેળવવાની કોશિશ કરનાર બાંગ્લાદેશી દંપતીની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા છે. આ કાર્યવાહીથી તે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. આરોપી દંપતી ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ગામમાં રહેતો હતો.
ત્રણ દાયકા કરતા વધુ સમય પહેલા બાંગ્લાદેશથી આવેલા લલ્લા બક્ષ તેની પત્ની સમિના બેગમ સાથે કાલીનગર તહસીલ વિસ્તારના નવડિયા સુખસપુર ગામમાં આવ્યા હતા. ત્રણ મહિના પહેલા આ દંપતીએ બનાવટી દસ્તાવેજો સાથે ભારતીય પાસપોર્ટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. ગુપ્તચર યુનિટ અને પોલીસ તપાસ દરમિયાન આ દંપતીને બાતમી મળી હતી કે તેઓ બાંગ્લાદેશી છે. આ કેસમાં પોલીસે આ દંપતી સામે જાન્યુઆરીમાં આઈપીસીના ફોરેનર્સ એક્ટ 14 એ ની કલમ 467, 468, 471, 420 હેઠળ ગુનો નોંધ્યો હતો.
તપાસ બાદ સત્ય સામે આવ્યું ત્યારે સોમવારે પોલીસે બંને બાંગ્લાદેશીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. સીઓ લલ્લનસિંહે કહ્યું કે આ દંપતી ત્રણ દાયકા પહેલા બાંગ્લાદેશથી આવ્યું હતું. બે મહિના પહેલા બંનેએ બનાવટી દસ્તાવેજો સાથે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. તપાસનો ખુલાસો થતાં મુકદ્દમો દાખલ કરાયો હતો. બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…