દુકાનદારે કામ કર્યા ના પૈસા માગ્યા તો ગ્રાહકે બેરહેમીથી ટીપી નાખ્યો, સમગ્ર ઘટના CCTV કેદ થઈ ગઈ અને આરોપી ને પોલીસ
રોજબરોજ આવતા સમાચાર માં ઘણી વખત એવું સાંભળવા મળે છે કે પૈસા ની નજીવી લેણદેણ બાબતે મોટી બબાલ નું રૂપ ધારણ કરી લીધું કે કોઈ ને મરી નાખ્યા. તાજેતર માં હરિયાણાના ફરીદાબાદમાં પણ ગુંડાગીરીની આવી જ કઈક તસવીરો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
અહીં માત્ર 1850 રૂપિયામાં ધોળે દિવસે એક દુકાનદાર ને ઢોર માંર મારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે આ ઘટના બની હતી, આરોપી યુવક ઇન્વર્ટર કામ કરાવીને દુકાનદારને પૈસા ચૂકવતો ન હતો. દુકાનદાર ગૌરવએ જ્યારે પોતાના કામ માટે 1850 રૂપિયા માગ્યા ત્યારે આરોપી દિનેશ ભડાનાએ તેને ખરાબ રીતે માર માર્યો હતો. ગૌરવ ગંભીર રીતે ઘાયલ થયો છે જ્યારે પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી હતી.
फरीदाबाद में दिनेश भड़ाना नाम के शख्स ने एक दुकानदार की 1850 रुपये के लिए मार मार कर पसली तोड़ दी,दुकानदार ने अपने पैसे मांगे थे,पुलिस ने आरोपी को गिरफ्तार किया pic.twitter.com/XQp2GEj3hX
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) August 9, 2021
ગંભીર રીતે ઘાયલ દુકાનદાર ગૌરવના પિતા ઉમેશ કુમારના જણાવ્યા અનુસાર, અહીં ઘણી વાર સ્થળાંતર કરનારાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. એસએચઓ સૂરજકુંડે જણાવ્યું હતું કે આરોપી દિનેશની ધરપકડ કરવામાં આવી છે.