રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 મી ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યા બાદ આજરોજ મતગણતરી કરવામાં આવી રહી છે. છ મહાનગરપાલિકાની કુલ 575 બેઠકો માટે અલગ-અલગ 15 કેન્દ્રો ઉપર મતગણતરી થઇ રહી છે.
શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ તમામ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ બીજા નંબરે જયારે આમ આદમી પાર્ટી સુરત સિવાય બીજે ક્યાંય કમાલ કરી શકી નથી. બીજી તરફ, ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર ઉતરેલી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM અમદાવાદની 4 બેઠકો ઉપર આગળ છે.
મનપા | કુલ બેઠકો | ભાજપ | કોંગ્રેસ | અન્ય | બહુમતી |
અમદાવાદ | 192 | 65 | 10 | 04 | 97 |
સુરત | 120 | 46 | 10 | 18 | 61 |
રાજકોટ | 72 | 22 | 04 | 00 | 37 |
વડોદરા | 76 | 15 | 10 | 00 | 39 |
ભાવનગર | 52 | 26 | 06 | 00 | 27 |
જામનગર | 64 | 12 | 05 | 04 | 33 |
કુલ | 576 | 186 | 45 | 26 | – |
[quads id=1]