અજબ ગજબજાણવા જેવું

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને કેવી હોય છે સુરક્ષા? જાણો તેની પાછળનો ખર્ચ

મુકેશ અંબાણી વાત કરવામાં આવે તો તે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ છે અને વિશ્વમાં તેમનું સ્થાન દસમાં નંબર પર આવે છે. મુકેશ અંબાણીની સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તેમની સંપત્તિ 81 બિલીયન યુએસ ડોલર એટલે કે લગભગ 90000 કરોડ રૂપિયાથી વધુ છે.

મુકેશ અંબાણીનું ઘર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે તેમનું ઘર એન્ટિલિયા લગભગ 15000 કરોડ રૂપિયાની કિંમતનું છે. જ્યારે તમને તેમની સંપતિ વિશેમાં જાણીને આ વાતનો અંદાજો થઈ ગયો હશે કે, તેમની સિક્યોરીટીમાં રહેનારી ફોર્સ કેવી હશે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા મુકેશ અંબાણીની સુરક્ષા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા મળે છે:

મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે આ સુરક્ષા ફક્ત ભારતના વડા પ્રધાન માટે જ તૈનાત કરવામાં આવે છે. જો આપણે આ સુરક્ષા વિશે વાત કરીએ, તો તે વિશ્વની સૌથી સુરક્ષિત સલામતીમાં શામેલ છે. મુકેશ અંબાણી માટે આ સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે અનુમાન લગાવી શકો છો કે આ સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે કે, આ  ભારતના માત્ર 17 લોકોને મળી છે અને તે 17 લોકોમાં મુકેશ અંબાણી પણ સામેલ છે.

55 રક્ષકો તૈનાત રહે છે:

મુકેશ અંબાણીની સુરક્ષા વિશે વાત કરવામાં આવે તો તેમની સુરક્ષામાં કુલ 55 હાઈલી ટ્રેન્ડ બોડીગાર્ડ હંમેશા તૈનાત રહે છે તેની સાથે-સાથે તેમની સુરક્ષામાં 10 એનએસજી કમાન્ડો પણ રહે છે. આ તમામ સુરક્ષાકર્મીઓ માર્શલ આર્ટમાં સારી રીતે કુશળ હોય છે. આ તમામ સિક્યુરિટી ગાર્ડ્સ પાસે હાઈલી કમ્યુનિકેશનના યંત્ર પણ હોય છે.

2003 માં મળી હતી આ સુરક્ષા:

મુકેશ અંબાણીની ઝેડ પ્લસ સિક્યુરિટીની વાત કરીએ તો તેમને આ સુરક્ષા ૨૦૦૩ માં તત્કાલિન સરકાર દ્વારા 2003 માં આપવામાં આવી હતી. મુકેશ અંબાણી જ્યારે તેમના ગૃહ રાજ્યમાં હોય છે ત્યારે તેમની સિક્યોરીટીમાં બધા ગાર્ડ તૈનાત રહે છે. મુકેશ અંબાણી જ્યારે તેમના રાજ્યથી બીજા રાજ્ય અથવા વિદેશમાં જાય છે ત્યારે સરકાર દ્વારા તેમની સુરક્ષા માટે  કેટલાક અન્ય ગાર્ડસ પણ આપવામાં આવે છે.

સમગ્ર ખર્ચ પોતે ઉઠાવે છે:

મુકેશ અંબાણી ઝેડ પ્લસ સિક્યુરિટીનો સમગ્ર ખર્ચ પોતે જ ઉઠાવે છે દર મહિને આ સંપૂર્ણ સુરક્ષાની કિંમત લગભગ 16 લાખ થાય છે. જે તે દર મહિને સરકારને આપે છે. આટલી સારી અને દેશની સૌથી સુરક્ષીત સિક્યોરિટી રહ્યા બાદ પણ મુકેશ અંબાણી પોતાની સિક્યોરીટીમાં રીટાયર્ડ એનએસજી કમાન્ડો અને પેરામિલિટરીના રીટાયર્ડ જવાનોને પણ રાખે છે.

[quads id=1]

Related Articles

Back to top button