ગુજરાતસમાચાર

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ ‘સરદાર પટેલ’ માંથી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે ખૂબ ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રમત ગમત મંત્રી કિરેન રિજિજુ, અને બીસીસીઆઈ સચિવ જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોટેરા હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા છે. જમીન પર કુલ 11 પીચો છે – છ લાલ માટીની છે અને પાંચ કાળી માટીની છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ બાદ ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાનાર છે. જે માટે મેચની ટિકિટનું ઑનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ મેચની ટિકિટ ઑનલાઈન બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગનો સ્લોટ પણ ઑનલાઈ બુક કરાવવો પડશે. એપના માધ્યમથી પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ટુ વ્હીલર માટે 30 રૂપિયા જ્યારે કાર માટે 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હશે તો વાહન ટૉ કરવામાં આવશે.

કપિલ દેવ અને ગાવસ્કરે બનાવ્યો હતો રેકોર્ડ

આ સ્ટેડિયમમાં કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે બનાવેલા વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ. હકીકતમાં, 1983માં ગુજરાત સરકાર દ્વારા દાનમાં આપવામાં આવેલી 100 એકર જમીન પર બનેલા આ સ્ટેડિયમમાં પૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનર સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button