સમાચાર

કોરોના ના કોઈ પણ લક્ષણ ન હોવા છતાં 13 વર્ષ નો બાળક પાંચજ કલાક માં જિંદગી સામે હારી ગયો.

કોરોના નું સંક્રમણ હવે બાળકો માં દિવસે ને દિવસે વધતું જોવા મળે છે. એવામાં સુરત માં એક દયનીય કિસ્સો સામે આવ્યો છે. સુરત ના મોટાવરાછા વિસ્તાર ના રહેવાસી બાળક નું મજૂરા ફાયર સ્ટેશન પાસે આવેલ સાચી હોસ્પિટલ માં કોરોના ને કારણે મૃત્યુ થયું છે. શરીર માં કોરોના ના કોઈ પણ લક્ષણ ન હોવા છતાં આ બાળક ના રિપોર્ટ પોસિટિવ આવ્યા બાદ મૃત્યુ થયું હતું. સુરત માં અત્યારસુધી માં મૃત્યુ પામેલ વ્યક્તિઓ માં આ બાળક ની ઉંમર સૌથિ નાની છે. આ ઉપરાંત 10 વર્ષ નું એક બીજા બાળક ની પણ વેન્ટિલેટર હેઠળ સારવાર શરૂ છે.

મૃતક બાળક ના પિતા નું નામ ભાવેશભાઈ કોરટ છે. તેઓ મોટાવરછા માં આવેલ ડીમાર્ટ પાસે ભવાની હાઇટ્સ માં રહે છે અને એમ્બ્રોડરી નું કારખાનું ચલાવે છે. તેમનો 13 વર્ષ નો પુત્ર ધ્રુવ ને રવિવાર સુધી કોઈ પણ જાત ની બીમારી ન હતી. તે એકદમ સ્વસ્થ હતો. પરંતુ રવિવારે બપોર પછી અચાનક સ્વાસ લેવામાં તફલિક થતાં દવાખાને લઈ જવાયો.

ત્યારબાદ આ બાળક નો રેપિડ એન્ટિજન રિપોર્ટ પોજિટિવ આવતા તેને સાચી હોસ્પિટલ માં દાખલ કરાયો. અહી હોસ્પિટલ માં પાચ કલાક જેટલી તેની સારવાર બાદ રાત્રે એક વાગ્યે આ માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો.નાના બાળકો માં કોરોના પોજિટિવ ના કેસો હવે ફટાફટ વધવા માંડ્યા છે. ધ્રુવ ને જે હોસ્પિટલ માં દાખલ કરાયો હતો ત્યાં અન્ય એક બાળક પણ રેપિડ એંટીજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટ પોજિટિવ આવતા વેન્ટિલેટર હેઠળ સારવાર લઈ રહ્યું છે.

મૃતક બાળક ધ્રુવ ના શરીર માં ઘણા સમય થી પ્રોટીન ડેવલપ ન થાય એવી બીમારી હતી, આ બીમારી ની સારવાર પણ ચાલી રહી હતી. રવિવારે ટેસ્ટ પોજિટિવ આવતા સાંજે 7 વાગ્યે ધ્રુવ ને સાચી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડોક્ટરે બાળક ના પિતા ભાવેશભાઈ ને તેમના પત્ની ને પણ હોસ્પિટલ લઈ આવા માટે કહ્યું . તેઓ મોટવરાછા થી પાછા હોસ્પિટલ આવ્યા એટલે ડોક્ટરે કહ્યું કે બાળક હવે નથી રહ્યું.

હોસ્પિટલ ના ડૉક્ટર હિમાંશુ તળવી એ કહ્યું કે ધ્રુવ ને જ્યારે અહી લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ ગંભીર હતી. હોસ્પિટલ ના ડોકટરો એ વેન્ટિલેટર પર રહેલા આ બાળક ને બચાવવા ખૂબ મેહનત કરી હતી, પરંતુ ખુબજ ટુંકી સારવાર દરમિયાન બાળક નું મૃત્યુ નીપજ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button