ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં લેશે ભાગ
ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં લેશે ભાગ
ગુજરાતની વિવિધ શાળાઓના 55 લાખથી વધુ બાળકો 1 એપ્રિલના રોજ ટીવી અને એલઈડી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ જોશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ બુધવારે આ માહિતી આપી હતી. આ ઉપરાંત અગાઉ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ 2022માં યોજાનારી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. જે હવે 1 એપ્રિલના રોજ Pariska Pe Charcha યોજવા જઈ રહ્યા છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જીતુ વાઘાણીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 1 એપ્રિલે સવારે 11 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાં હાજર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા દરમિયાન તણાવ અને ફોકસનો સામનો કેવી રીતે કરવો તે અંગે વાતચીત કરશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, “1 એપ્રિલે ગુજરાતના ધોરણ 6, 7, 8 અને 9ના 55.86 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેશે. રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, તેથી આ વર્ગોના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.