બારાબંકીની ગોમતી નદીમાં હોડી પલટી ખાતા 10 થી વધુ લોકો ડૂબ્યા
ગોમતી નદીમાં હોડી ડૂબી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યારે બોટમાં સવાર 10 થી વધુ લોકોના ડૂબી જવાની આશંકા રહેલી છે જ્યારે અત્યાર સુધીમાં નદીમાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુબેહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિગ્નિયા ઘાટમાં આ ઘટના ઘટી છે. મંગળવારના બપોરે ગોમતી પાર કરતી વખતે એક હોડી નદીમાં ડૂબી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોટમાં 22 લોકો સવાર રહેલા હતા. તરવાના જાણનાર કેટલાક લોકો નદીમાંથી તરીને બહાર આવી ગયા હતા જ્યારે 10 થી વધુ લોકો નદીમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક તરવૈયા મદદથી રેસ્ક્યુ કાર્યમાં જોડાયેલી પોલીસે અત્યાર સુધીમાં નદીમાંથી બે મૃતદેહોને બહાર કાઢ્યા છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી છે. હોડી ડૂબી જવાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. નદી કિનારે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
તેની સાથે ઘટનાની જાણ થતા જ એસડીએમ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જાણકારી મુજબ અનેક સ્વજનો પણ રડતા રડતા નદીના ઘાટ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.