સમાચાર

એક હાઇ લેવલ ની મિટિંગ વખતે ભૂલ થી કેમેરા શરૂ રહી ગયો અને પછી થઈ ગયો આવો દાવ

સંક્રમણ ને અટકાવવા માટે અત્યારે બધા લોકો વર્ક ફ્રોમ હોમ અપનાવી રહ્યા છે અને વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ્સ કરી રહ્યા છે. વર્ચુઅલ મીટિંગ્સ દરમિયાન ઘણી વખત લોકો ની ભૂલ ને કારણે શરમજનક ઘટનાઓ બની જાય છે. હાઉસ કોમન્સની ડિજિટલ રીતે ચાલતી મીટિંગ દરમિયાન કેનેડિયન સંસદ સભ્ય પણ ખરાબ રીતે કેમેરા માં કેદ થઈ ગયા હતા. કેનેડા સાંસદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિલિયમ એમોસ, જે 2015 થી પોન્ટિયાકના ક્યુબેક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, બુધવારે તેના સાથી ધારાશાસ્ત્રીઓની સાથે ચાલી રહેલ મિટિંગ માં સ્ક્રીન પર સંપૂર્ણ કપડાં વગર ની અવસ્થામાં દેખાયા. વૈશ્વિક રોગચાળાને કારણે, કેનેડિયન ઘણા ધારાસભ્યો વિડિઓ કોન્ફરન્સ દ્વારા સંસદીય સત્રોમાં ભાગ લઈ રહ્યા છે.

કેનેડિયન પ્રેસ દ્વારા મેળવેલા સ્ક્રીનશોટમાં, એમોસ ડેસ્કની પાછળ ઉભેલા જોવા મળે છે અને કદાચ ખાનગી ભાગો મોબાઇલ દ્વારા આવરી લેવામાં આવ્યા હતા. ઈમોસે એક ઈ-મેલ નિવેદનમાં જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ તે ખરાબ ભૂલ હતી.

તેમણે વધુ માં જણાવ્યું કે જોગિગ થી પરત આવ્યા બાદ કપડાં બદલતી વખતે મારાથી ભૂલ માં કેમેરા શરૂ રહી ગયો હતો. હું આ મિટિંગ દરમિયાન હજાર મારા સાથી મિત્રો પાસે થી ક્ષમાયાચના કરું છું અને આવું ભૂલ હવે નહીં થાય એવી બાંહેધરી આપું છું.

[quads id=1]

Related Articles

Back to top button