રમત ગમત

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હીરો રહેલા ક્રિકેટર પર લાગી કરોડોની બોલી

અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હીરો રહેલા રાજ બાવાને આઈપીએલમાં પૈસાનો વરસાદ થયો છે. આઈપીએલમાં તેમને મોટી બોલી સાથે ખરીદવામાં આવ્યા છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ દ્વારા તેને બે કરોડની રૂપિયાની ભારી રકમથી ખરીદવામાં આવ્યો છે.

રાજ બાવાની વાત કરવામાં આવે તો તેની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. તેમના પ્રથમ બોલી સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા લગાવવામાં આવી હતી. ત્યાર બાદ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પણ તેને લેવામાં જોડાઈ ગયા હતા. પરંતુ આખરે પંજાબ કિંગ્સ તેને બે કરોડમાં ખરીદી લીધા હતા.

તેમાં પણ આશ્ચર્યજનક કરનારી વાત એ પણ રહી છે કે, રાજ બાવાને U-19 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમના કેપ્ટન યશ ધૂલ કરતા વધુ કિંમત પ્રાપ્ત થઈ છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા યશ ધૂલને 50 લાખ રૂપિયાની બોલી લગાવી ટીમમાં જોડવામાં આવ્યો હતો. તેના લીધે તમે જોઈ શકો છો તમે રાજ બાવાને ખરીદવામાં દરેક ફ્રેન્ચાઈઝીએ રસ લીધો હતો.

રાજ બાવાની વાત કરવામાં આવે તો અંડર-19 વર્લ્ડ કપ શાનદાર રહ્યો હતો. તેને ફાઇનલમાં 35 રન બનાવવા સિવાય 31 રનમાં 5 વિકેટ લીધી હતી. આ અગાઉ તેને આયર્લેન્ડ સામેની નિર્ણાયક મેચમાં 42 રન બનાવ્યા હતા. આ સિવાય યુગાંડા સામે 108 બોલમાં 14 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 162 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

[quads id=1]

Related Articles

Back to top button