બોલિવૂડ અભિનેતા સની દેઓલ ખૂબ જ ગંભીર અને શરમાળ પકૃતિના વ્યક્તિ છે. તેઓ બોલિવૂડ પાર્ટીઓ અથવા એવોર્ડ શોમાં ભાગ્યે જ જોવા મળે છે. તે જ સમયે તેમનો પરિવાર પણ લાઈમ લાઈટથી દૂર રહે છે. સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે. જોકે તેમની પત્ની લાઈમ લાઈટથી પોતાનું અંતર બનાવી રાખે છે. આજ સુધી તે કોઈ એવોર્ડ શો કે બોલિવૂડ પાર્ટીમાં જોવા મળ્યા નથી.
એક વર્ષ પહેલા પૂજા સનીના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ પલ પલ દિલ કે પાસની સ્ક્રિનિંગ પર જોવા મળી હતી. હંમેશની જેમ મીડિયાથી છુપાઇ રહેતી પૂજા કરણની ફિલ્મના સ્ક્રીનિંગ પર મીડિયામાં આવી હતી.
જ્યારે પૂજાને ખબર પડી કે મીડિયા બહાર રાહ જોઈ રહ્યું છે, તો તેણીની તરત જ તેની કારમાં બેસી ગઈ હતી. જો કે તે જ સમયે તેની ઘણી તસવીરો ક્લિક કરવામાં આવી હતી.
સની દેઓલે પૂજા દેઓલ સાથે બોલીવુડમાં પ્રવેશ કરતાં પહેલાં જ લગ્ન કર્યા હતાં. એવું કહેવામાં આવે છે કે બેતાબ ફિલ્મના સેટ પર સની અને અમૃતા એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. અમૃતા સિંહની માતા સની અને તેમના સંબંધની વિરુદ્ધ હતી.
અહેવાલ મુજબ અમૃતાની માતાએ સન્ની દેઓલના પરિવારની તપાસ શરૂ કરી હતી અને શોધખોળ કરતા અમૃતાની માતાને ખબર પડી હતી કે લંડનમાં પૂજા નામની યુવતી સાથે સની દેઓલના સંબંધ છે.
દેઓલ પરિવાર સન્ની દેઓલના લગ્નને ગુપ્ત રાખવા માગતો હતો. સની ઇચ્છતો ન હતો કે તેનું લગ્ન મીડિયા સામે આવે, કારણ કે તેમની રોમેન્ટિક ઇમેજ હીરોની ઇમેજને નુકસાન પહોંચાડી શકે છે.
સનીની પત્ની પૂજા લંડનમાં રહેતી હતી, જ્યારે તેનો પતિ સની તેને મળવા અવારનવાર ત્યાં જતો હતો. જોકે સની તેના લગ્નને નકારે ત્યાં સુધીમાં સની અને અમૃતા વચ્ચેનો સંબંધ પૂરો થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, સની દેઓલ અને પૂજા દેઓલે વર્ષ 1984 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેને બે બાળકો કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે.
સન્ની દેઓલ વિશે એવું કહેવામાં આવે છે કે તેનો હજી ડિમ્પલ કાપડિયા સાથે અફેર છે. 2017 માં બંને લંડનમાં સાથે જોવા મળ્યા હતા. સની અને ડિમ્પલ વચ્ચે 35 વર્ષ જૂનું અફેર છે. ફિલ્મ મંઝિલના સેટ પર બંનેને પ્રેમ થયો હતો પરંતુ આ સંબંધને કારણે તેમના લગ્ન તૂટી શક્યા નહોતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…