આણંદની જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જેમાં માતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે તો પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બાબતે આણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક સંકડામણને લઈ મહિલાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે સેલફોસની ગોળીઓ ગળી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ત્રણેયને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને પુત્રનું રાત્રીના સુમારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દિકરીનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
પોલીસ તપાસમાં આ પરિવાર વલ્લભવિદ્યાનગરમાં મિત ટૂર્સ એન્ટ ટ્રાવેલ્સના નામે વ્યસાય કરે છે. હાલ તો આણંદ ટાઉન પોલીસ આર્થિક તંગીના કારણે પરિવારે અંતિમ પગલુ ભર્યું હોવાનું માનીને તપાસ કરી રહી છે.
તાજેતરમાં વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ પણ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોની શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…