મૈમથ કેવ નેશનલ પાર્ક નાં પ્રવાસીઓ ને આ અઠવાડિયે એક રસપ્રદ નજારો જોવા મળ્યો, જ્યારે મૈમથ કેવ માં રોટુંગા રૂમ માં ધુમ્મસ ભરાઈ ગઈ. આ અવિશ્વસનીય દ્રશ્ય જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
મૈમથ કેવ નેશનલ પાર્ક નાં પ્રવાસીઓ ને આ અઠવાડિયે એક રસપ્રદ નજારો જોવા મળ્યો, જ્યારે મૈમથ કેવ માં રોટુંગા રૂમ માં ધુમ્મસ ભરાઈ ગઈ. આ અવિશ્વસનીય દ્રશ્ય જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા ખરેખર આ અદ્ભુત તસ્વીર તમને પણ અચંભિત અને ખુશ કરી દેશે. મૈમથ કેવ નેશનલ પાર્ક નાં ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉંટ માંથી બે ફોટો શેર કરવા માં આવી છે, ફોટો કેપ્શન ની શરૂઆત કરતાં લખ્યું છે કે, ‘ગુફા માં ધુમ્મસ?’, ‘ આ ખુબ જ અંડરગ્રાઉંડ છે’.
હકીકત માં હાલ માં જ મેમથ કેવ નેશનલ પાર્કે ઈન્ટાગ્રામ માં એક પોસ્ટ શેર કરી જે લોકો નાં એક્સાઈટમેન્ટનું કારણ બનેલી છે. આ ફોટો શેર કરતા નેશનલ પાર્ક નાં અધિકારીઓ એ જણાવ્યું કે, આજે અમારા પાર્ક માં સૌથી મોટું અને પહેલા ક્યારે પણ ન આવ્યુ તેવું તોફાન આવ્યું, જેના લીધે તાપમાન ઝડપ થી નીચે ગયુ. આ દબાણ પરિવર્તને હવા ના પ્રવાહ ને ઉંધો કરી નાખ્યો, જેના લીધે ગાઢ ધુમ્મસ રોટુંગા રૂમ માં ભરાઈ ગઈ. આ ગોળાકાર રૂમ ગુફા નો છઠ્ઠો સૌથી મોટો રૂમ છે. આ ૧૪૦ ફુટ પહોળો અને તળીયે થી છત સુધી લગભગ ૪૦ ફુટ લાંબો છે.
મેૈમથ કેવ નેશનલ પાર્ક નાં અધિકારીઓ નું કહેવું છે કે આવું દ્રશ્ય ક્યારેક જ જોવા મળે છે, આ એક દુર્લભ ઘટના છે. જે લાંબા સમય સુધી ચાલતી નથી. ગુફા માં છવાયેલ ગાઢ ધુમ્મસ ની જાણકારી દેતા અધિકારીઓ એ કહ્યું કે આ ફક્ત થોડા જ સમય માટે હતું, લગભગ ૧૦ મિનટ. પછી ઠંડી હવા ગુફા ની અંદર આવી અને આ દ્રશ્ય ને નષ્ટ કરી દીધું અને ધુમ્મસ જતી રહી.
ઈન્સ્ટાગ્રામ માં આ પોસ્ટ શેર કર્યા બાદ થી અત્યાર સુધી તેને ૧૨ લાખ થી વધું લાઈક્સ મળી ચુક્યા છે,આ દિલચસ્પ ફોટો ને જોવા વાળા ની સંખ્યા એક ધારી વધી રહી છે. આને જોવા વાળા આ પોસ્ટ પર કેટલીય પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘આ કમાલ છે’, બીજા એ મજાકિયા ટોન માં લખ્યુ ‘મારા માથા ની અંદર આ દર સોમવાર ની સવારે દેખાય દે છે.’તો કેટલાક લોકો એ આ નજારા ના ખુબ જ વખાણ કર્યા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…