સ્વાસ્થ્ય

શું તમને માથા માં ખંજવાળ આવે છે? તો જાણી લ્યો તેની પાછળ ના કારણો અને ઉપાયો

ઉનાળા માં માથામાં ખંજવાળ ની સમસ્યા થવી સામાન્ય વાત છે. પણ કેટલીક વાર આ ખંજવાળ એટલી બધી વધી જાય છે કે બધા ની વચ્ચે શર્મિન્દગી થાય છે. સામાન્ય રીતે લોકો આને પરસેવા કે ડેન્ડ્રફ નાં કારણે થતી હોવાનું કહી વાત ટાળી દે છે. પણ જરૂરી નથી કે દર વખતે માથા માં ખંજવાળ નું કારણ પરસેવો કે ડેન્ડ્રફ જ હોય. કેટલીક વાર વાળ ની કેર ન કરવાનાં લીધે અને સાફ સફાઈ નું ધ્યાન ન રાખવાને કારણે કેટલીક તકલીફો થઈ જાય છે જે ખંજવાળ નું કારણ બને છે. જાણો આ સમસ્યા થવાના નાં બીજા કારણ અને તેને દૂર કરવાનાં ઉપાય.

ફંગલ ઈન્ફેક્શન ફક્ત શરીર માં જ નથી થતું, પણ માથા માં પણ લાગી શકે છે. આ કારણે માથા માં ખંજવાળ તો થાય છે, સાથે જ એ ભાગ નાં વાળ પણ તૂટવા કે ખરવાંના શરૂ થઈ જાય છે. જો આવી કોઈ સમસ્યા તમને પણ છે તો વિશેષજ્ઞ ની સલાહ લઈ મેડિસીન અને શેમ્પુ વગેરે નો ઉપયોગ કરો.

કેટલીક વાર હેર કલર કે પછી ડાઈ સૂટ નથી કરતા, આવા માં એલર્જિક રેશીઝ થઈ જાય છે. મેડિકલ ભાષા માં આને એલર્જી કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ કહેવા માં આવે છે. આવા માં તે પ્રોડક્ટ નો ઉપયોગ તરત જ બંધ કરી દો અને વિશેષજ્ઞો ની સલાહ લો.

તમે કેટલાક લોકો નાં માથા પર ફોતરી વાળા રેશીઝ જોયા હશે. આને મેડિકલ ભાષા માં સોર્યાસીસ કહેવા માં આવે છે. સોર્યાસીસ ના લીધે પણ ખંજવાળ ની સમસ્યા થાય છે. આનો કોઈ કાયમી ઈલાજ તો નથી, પણ આ સમસ્યા ને કાબૂ માં જરૂર કરી શકાય છે.

વાતાવરણ માં ફેરફાર થવાને કારણે સ્કેલ્પ ડ્રાઈ થઈ જાય છે. ડ્રાઈનેસ વધવાને કારણે પણ માથા માં ખંજવાળ વધી જાય છે. આવા માં વાળ માં સ્ટ્રેટનર અને કર્લર જેવા હીટ આપવા વાળા કોઈ પણ ટૂલ્સ નો ઉપયોગ ન કરો. માઈલ્ડ અને હાઈડ્રેટિંગ શેમ્પુ અને કંડીશનર નો પ્રયોગ કરવો.

ક્યારેક કેટલાક લોકો ને પિત્તી ની સમસ્યા પણ માથા માં થઈ જાય છે. જો કે આવા બનાવ ઓછા જ હોય છે. પણ પિત્તીનાં કારણે પણ માથા માં ખુબ જ ખંજવાળ આવી શકે છે. માથા ની સફાઈ નું વિશેષ ધ્યાન રાખો. અઠવાડિયા માં ઓછા માં ઓછા બે કે ત્રણ વાર વાળ ને શેમ્પુ થી જરૂર ધોવો જેથી સ્કેલ્પ પર તેલ અને ડેડ સ્કીન સેલ ભેગા ન થઈ શકે. માથુ ધોવા માટે ખુબ જ વધુ ગરમ પાણી નો ઉપયોગ ન કરો. સામાન્ય પાણી થી માથું ધોવો. ગરમ પાણી થી ડ્રાઈનેસ વધે છે.

વાળ ને ધોયા ના ૨ કલાક પહેલા તેલ લગાવો અને પછી માથુ ધોઈ લો કેમ કે જો સ્કેલ્પ પર વધારે સમય સુધી તેલ રહેશે તો ધુળ અને પરસેવો જમા થવાથી ખંજવાળ ની સમસ્યા વધશે. પોતાનો તકીયો, ટોવેલ, કાંસકો વગેરે કોઈ સાથે શેર ન કરો. કોઈ સમસ્યા વધી જાય તો વિશેષજ્ઞો ની સલાહ લો.

[quads id=1]

Related Articles

Back to top button