ગુજરાત

એક માજી ભગવાનને કચરો ચડાવી રહ્યા હતા, એક માણસે પૂછ્યું કારણ જવાબ સાંભળી તમે મને આશ્ચર્યચકિત થઈ જશે, એકવાર જરૂર વાંચવા જેવી કહાની..

એક ગામમાં નાની ઓરડીમાં રમા માજી રહેતા હતા. એ માજી પાસે જે પણ કંઈ આવે તે બધુ જ ભગવાનને ચઢાવતા હતા.અત્યાર સુધીમાં બધું જ તે ભગવાનને અર્પણ કરી ચૂક્યા હતા.એવું કોઈ વસ્તુ ન હોય જે ભગવાનને ચઢાવી ન હોય. માંજી એવું કહેતા આ સિવાય મારી પાસે જે કંઈ પણ આવે તે બધું ભગવાન તમારું જ છે. એ પછી કોઈ ભૌતિક સુખ-સગવડ નાની વસ્તુ હોય કે પછી કોઈ મન માં આવેલો વિચાર હોય.

અરે એકવાર તો માજીને પાસે ભગવાન ને અર્પણ કરવા કાઇ પણ નહોતું, તો તેમણે ઘરનો ભેગો કરેલો કચરો પણ અર્પણ કરી દીધો અને કહ્યું ભગવાનકાઇ જ નથી તો આ કચરો સ્વીકારો. આ બધુ આજુબાજુના લોકોએ જોયું તો બધા લોકો આશ્ચર્ય સાથે કહેવા લાગ્યા કે માજી પાગલ થઈ ગયા છે. તેમાંથી ઘણા લોકો કહેવા લાગ્યા કે આ યોગ્ય ન કહેવાય. આપણે ભગવાનને ફૂલ, મિઠાઈ અર્પણ કરીએ છીએ અને માજી તો કચરો? કચરો તો ક્યારેય લોકો અર્પણ ન કરે. આ તો ખરેખર માજી એ હદ પાર કરી દીધી.

ત્યાંથી પસાર થતાં એક ભાઈએ કહ્યું અરે માજી ઉભા રહો અમે ઘણા માણસો જોયા છે જે લોકો ઘણી બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરતા હોય છે પરંતુ આ તમે શું કરી રહ્યા છો તેનું તમને ભાન છે?માજીએ સહજતાથી જવાબ આપતા કહ્યું એ તું મને શું કામ પૂછે છે? જેને અર્પણ કરું છું એને જ પૂછવાનું. મેં મારી જિદગીની બધી જ વસ્તુઓ મારું મન મારું હૃદય અને બધા જ વિચારો પણ ભગવાનને અર્પણ કરી દીધા છે.

પછી આ કચરો પણ હું શું કામ મારી પાસે રાખું? માજીનો જવાબ સાંભળીને તે માણસ ત્યાંથી ચાલતો થયો.માણસ ઘરે જતો હતો એ આખા રસ્તા દરમિયાન તેને માજીનો જ વિચાર આવ્યા કરતો હતો તે માજી વળી આવું શું કામ કરી રહ્યા હશે? ઘરે પહોંચતાની સાથે જ રાત થઈ ગઈ એટલે જમ્યો અને ત્યાર પછી સુવાની પથારી કરી અને સૂઈ ગયો.

સૂતો હતો ત્યારે એક સપનું જોયું સપનામાં જોયું કે કોઈ તેને પોતાને સ્વર્ગ લઈ જાય છે. ભગવાનની સામે તે ઊભો રહી ગયો અને સામે ખૂબ જ ચમકતું એવું સોનાનું સિંહાસન હાજર હતું જેની ઉપર ભગવાન વિરાજમાન હતા.સવારનો સમય હતો. સૂરજના કિરણો ત્યાં પડતાં હતા. અત્યંત આનંદ જનક માહોલ હતો. બંને બાજુથી પક્ષીનો કલરવ આવી રહ્યો હતો અને આ અવાજ એટલો મધુર હતો કે જાણે કોઈ ગીત ગાતું એવું લાગી રહ્યું હતું.

આ બધુ તે સપનામાં જોઈ રહ્યો હતો એવામાં ભગવાન જે જગ્યાએ બેઠા હતા તેની સામે જ થોડો કચરો આવ્યો. કચરો આવ્યો એટલે તરત જ ભગવાને કહ્યું આ માજી તો ભક્તિ કરવામાં એક દિવસ પણ નથી ચૂકતા.એટલે તરત જ વ્યક્તિએ ભગવાનને કહ્યું પ્રભુ હું આ માજી ને જાણું છું કારણ કે કાલે જ તો મેં આ માજી ને નજર સમક્ષ જોયા હતા અને ગઈકાલે જ મેં તેને પૂછ્યું હતું કે માજી તમે આ શું કરી રહ્યા છો?

આટલું બોલ્યા પછી પણ તે વ્યક્તિ ભગવાન સમક્ષ ઘણા સમયથી ઉભો હતો બધું જાણતો હતો કે ઘણા લોકો ફૂલ ચઢાવે છે ઘણા લોકો મીઠાઈ પણ અર્પણ કરે છે પરંતુ તેને એ વસ્તુ ન દેખાય પણ કચરો દેખાયો. ભગવાનને પૂછ્યું પ્રભુ હું જ્યારે ગઈકાલે માજી સમક્ષ ઊભો હતો ત્યારે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ પણ ચડાવતા હતા અને આજે પણ મને વિશ્વાસ છે કે ઘણા લોકો ફૂલ તેમજ મીઠાઇ ચડાવી રહ્યા હશે.

ઘણા લોકો તો મંદિરના રસ્તામાં આવેલા વૃક્ષો પરથી જ ફૂલ તોડીને તમને ચડાવે છે પરંતુ એ બધુ દેખાતું નથી. ભગવાન આવું કેમ?
ત્યારે ભગવાને તે માણસને જવાબ આપતા કહ્યું કે અમુક લોકો અડધું ચઢાવે છે તેનું અહીં સુધી પહોંચતું જ નથી. અને પેલા માજીએ તો બધું જ અર્પણ કરી દીધું છે, તે પોતાની પાસે કશું જ બચાવીને રાખતા નથી.જે હોય એ મને આપે છે.

હે માણસ તમને સમર્પણ નો સાચો અર્થ ખબર છે કે સમ + અર્પણ= એટલે કે સમર્પણનો અર્થ એ થયો કે આપણું મન પણ અર્પણ કરી દેવું. આજ સાચી સમર્પણ ની પરિભાષા. જો મનના મતલબમાં ઊંડા જઈએ તો તેમાં ઇચ્છાઓ, આશાઓ, ઈચ્છાઓનો ત્યાગ આ બધુ આવે તે મતલબ જ સમર્પણ થાય છે. સમર્પણ નો મતલબ એવો હોય છે કે પોતાના અહંકારનો ત્યાગ કરીને જેની સમક્ષ આપણે સમર્પણ કર્યું છે તેના કહ્યા મુજબ આપણું જીવન વ્યતિત કરવું.

આત્મસમર્પણ નો અર્થ પણ એ જ કે આપણી આત્માને સમર્પણ કરી દેવી. જે લોકો પોતાનું બધું જ અર્પણ કરી દેશે તેનું બધુ જ મારી પાસે પહોંચે છે.આપણે આપણી જીવનમાં અંત સુધી આપણા અહમ્ એટલે કે આપણા અહંકારને નથી છોડી શકતા કારણ કે આપણે બીજાઓને વગર લોભે કશું આપી નથી શકતા.

ત્યાં સુધી કે ભગવાનને પણ કંઈક પામવાની લાલચથી આપણે પ્રસાદ ચડાવીએ છીએ અને જો આપણી ઈચ્છા પૂરી ન થાય તો ભગવાન પણ બદલીએ છીએ જ્યારે કે ભગવાન તો એક જ છે.અચાનક જ પેલા માણસની ઊંઘ ઊડી જતાં એ બેઠો થઈ જાય છે, ઉઠી ને જુએ છે તો પોતાનું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હતું.

ધબકારા પણ વધી ગયા હતા કારણકે તેને હવે સમજી ગયો હતો કે અત્યાર સુધી જે પણ કંઈ મહેનત કરવામાં આવી તે બધી તો વ્યર્થ જતી રહી. એમાંથી જે પણ ભગવાનને બધું અર્પણ કર્યું તે તો ભગવાને આપ્યું હતું. આજે સમજાઈ ગયું કે સમર્પણ એટલે સંપૂર્ણ જ હોય એમાં કશું અધૂરું ન હોય.

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago