ધાર્મિક

દરરોજ કરો ફક્ત આટલું કામ, દેવી લક્ષ્મીની કૃપા કાયમ માટે જળવાઈ રહેશે : જાણો અહી ક્લિક કરી ને

દેવી લક્ષ્મીજી ને ધન ના દેવી તરીકે ઓળખવામાં આવે છે અને જો તમારી પર લક્ષ્મીજી ની કૃપા રહેશે તો જીવનમાં ક્યારેય પણ ધનની અછત રહેશે નહીં. લક્ષ્મીમાતા ને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે અને સરળતાથી તમે દેવી ની કૃપા મેળવી શકો છો. અહી આપણે કેટલાક સરળ ઉપાય જાણીશું , જેને સવારનાં સમયે કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહેશે અને ઘર માં ક્યારેય ધન ની કમી વર્તશે નહીં. તો ચાલો તમને અમારા લેખ માં તે ઉપાય વિશે જણાવીએ.

જે ઘરમાં હમેશા સકારાત્મક ઊર્જા બનેલી હોય છે ત્યાં સદાય દેવી લક્ષ્મી નીવાસ કરે છે. ઘણા લોકો ના ઘરે નકારાત્મક ઉર્જા હોય છે, જેના કારણે ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. જો તમારા ઘરમાં પણ નકારાત્મક ઊર્જા છે, તો આ ઉપાય કરવો જોઈએ. આ કામ કરવાથી ઘર માં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

સકારત્મક ઉર્જા મેળવવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. તાંબાનાં લોટામાં જળ ભરીને તેમા તુલસીનાં પાન ઉમેરી દો. હવે આ પાણીને ઘરના બધા ખુણામાં તથા મુખ્ય દ્વાર પર છંટકાવ કરો. આ કાર્ય કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે અને દેવી લક્ષ્મીનું આગમન ઘરમાં થશે.

સવારે જાગી ને પોતાની હથેળી જુઓ અને આ મંત્ર બોલો

‘કરાગ્રે વસતે  લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ‘ 

સવારે ઉઠીને બંને હાથને જોડો અને પોતાના હાથને જુઓ અને આ મંત્ર બોલો.  ત્યારબાદ ધરતી માં ને સ્પર્શ કરો. એવું માનવામાં આવે છે કે સવારે સૌથી પહેલા હથેળીને જોવામાં આવે તો ભાગ્ય ચમકી જાય છે અને જીવનમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.

ઘરને એકદમ સ્વચ્છ રાખો. 

જે ઘર માં હમેશા ચોખ્ખાઇ રહેતી હોય ત્યાં માતા લક્ષ્મી નો સદાય વાસ રહે છે. માટે રોજ સવારે ઊઠીને પોતાના ઘરની સાફ-સફાઈ અવશ્ય કરો. ત્યારબાદ નાહી ને શુદ્ધ ઘીનો દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો. આ ઉપાય કરવાથી દેવી-દેવતાઓનો વાસ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પણ હંમેશાં જળવાઇ રહે છે.

તુલસી નો છોડ ઘર માં રાખવો જોઈએ.

તમારા ઘર ના આંગણ માં કે જો તમે ફ્લેટ માં રહેતા હોવ તો તેની બાલ્કની માં તુલસી ના છોડ નું કૂંડું અવશ્ય રાખવું જોઈએ. તુલસી છોડ ને પવિત્ર ગણવામાં આવે છે અને ઘરમાં તુલસીછોડ હોવાથી દરિદ્રતા દૂર રહે છે. દરરોજ સવારે ઊઠીને તુલસીનાં છોડ પર જળ સમર્પિત કરો અને દીપ પ્રગટાવો. તુલસી ને જળ અર્પણ કરતી વખતે વિષ્ણુજીનો મંત્ર “ૐ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો. આ મંત્ર વાંચવાથી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની કૃપા હંમેશાં જળવાઇ રહે છે. ત્યારબાદ એક તાંબાનાં લોટામાં જળ અને લાલ સિંદૂર ઉમેરો. આ જળથી સુર્યને અર્ધ્ય અર્પણ કરો. સુર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવાથી સકારાત્મક ઉર્જાની કમી રહેતી નથી અને સાથોસાથ સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે. એટલા માટે તમારે દરરોજ સુર્યદેવને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ.

પીપળા ના વૃક્ષ ને પાણી અર્પિત કરો

પીપળાનાં વૃક્ષ ને દરરોજ સવારે પાણી અર્પણ કરવું જોઈએ. આ વૃક્ષમાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેવામાં આ વૃક્ષ પર જળ અર્પણ કરવાથી માતાજીની કૃપા હંમેશાં જળવાઇ રહે છે.

પશુ પક્ષીઑ ને અન્ન ખવડાવો

સવારે પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ. કીડી ને કિડીયારું પૂરવું જોઈએ. પક્ષીઑ ને ચણ નાખવું જોઈએ. આવું કરવાથી તમે કુદરત તમારા પર મહેરબાન થશે અને ઘર માં કાયમ સુખ, સંપત્તિ અને સમૃધ્ધિ રહશે.

[quads id=1]

Related Articles

Back to top button