અમદાવાદના જુહાપુરાની પરિણીતાએ ભૂવા દ્વારા શારીરિક સંબંધ બાંધવા માટે કરવામાં આવેલા દબાણ લઈને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 28 વર્ષની પરિણીતા દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંતાન મેળવવા માટેના આશીર્વાદ રૂપે’ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.
જ્યારે આરોપી ભૂવા ઈમ્તિયાઝ શેખ સામે મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા ગઈ તે પહેલા જ તેના ત્રણ ભાઈઓએ મહિલાના પતિને ધમકી પણ આપી દીધી હતી. પરિણીતાના લગ્નના આંઠ વર્ષ થયા બાદ પણ તેને બાળક રહેતું નહોતું. એવામાં તેણે માતા બનવા માટે અલગ-અલગ પ્રયત્ન પણ કર્યા હતા. ત્યાર બાદ તેને એક મિત્રએ ભૂવા ઈમ્તિયાઝ શેખ પાસે જવાની સલાહ આપીને જણાવ્યું હતું કે, તેઓ તેને બાળક રાખવા અંગે મદદ કરશે.
પરિણીતાની ફરિયાદ અનુસાર, “7 ઓગસ્ટના રોજ ભૂવા ઈમ્તિયાઝ તેના ઘરે આવ્યા હતા અને ત્યારે પરિણીતાએ કહ્યું હતું કે, હું માતા બની શકતી નથી. આ સાંભળીને ભૂવા દ્વારા સીધું કહેવામાં આવ્યું કે, મારે બાળક રાખવા માટે કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ રાખવા પડશે.
તેની સાથે ભૂવાનો બદઈરાદો હોવાનો આક્ષેપ કરીને પરિણીતા દ્વારા કહેવામાં આવ્યું કે, “ભૂવાએ મને જણાવ્યું હતું કે, હું તેની સાથે હોટલમાં જઉં અને શારીરિક સંબંધ બાંધું જેથી હું બાળકની માતા બની શકીશ. આ પ્રકારની માંગણી અંગે પરિવારને જાણ કરી તો તેમણે આ અંગે પોલીસનો સંપર્ક કર્યો અને ભૂવા સામે ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
તેમ છતાં પોલીસ દ્વારા તેની સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા. ત્યાર બાદ ભૂવાના ત્રણ ભાઈ ફરિયાદીના ઘરે પહોંચી ગયા અને ત્યાં તેની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. જ્યારે પરિણીતાનો પતિ વચ્ચે પડ્યો તો આ ત્રણ ભાઈઓ દ્વારા તેને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મહિલાએ પોલીસને બનાવ અંગે જાણ કરી અને ભૂવા અને તેના ત્રણ ભાઈઓ સામે શારીરિક છેડતી, હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…