બોલિવૂડમનોરંજન

“મારાથી લગ્ન કરી લો 20 કરોડ આપીશ”, ચાહકના પ્રપોઝલ પર Kartik Aaryan એ આપ્યો રમુજી જવાબ

બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કાર્તિક આર્યન પણ તે સેલેબ્સમાંથી એક છે. તાજેતરમાં કાર્તિકે આર્યને તેના લિટલ કો-સ્ટાર સાથે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તેમની ફિલ્મનો એક ડાયલોગ બોલતો જોવા મળી રહી છે. કાર્તિક દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો તો તેમના ચાહકનું ફની રિએક્શન જોવા મળ્યું હતું.

જેમાં એક ચાહકે કોમેન્ટમાં કાર્તિકને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને જણાવ્યું હતું કે, કાર્તિક મારી સાથે લગ્ન કરી લો, બદલમાં હું તમને 20 કરોડ રૂપિયા આપીશ. તેના પર કાર્તિક દ્વારા રમુજી કમેન્ટ કરવામાં આવી છે. તેમના દ્વારા કમેન્ટ કરવા આવી છે કે ક્યારે? જેને લઈને તે ચર્ચામાં આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે, મહિલાઓમાં કાર્તિકની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ ફૈન ફોલોઈંગ તેમને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં કામ કરીને બનાવી છે. આ ફિલ્મમાં કાર્તિકે ગર્લફ્રેન્ડથી હેરાન છોકરાનું પાત્ર નિભાવ્યું હતું.

આ ફિલ્મ બાદ કાર્તિક ખૂબ જ લોકપ્રિય થઈ ગયા અને તે યંગ જનરેશનના મોસ્ટ હેપનિંગ સ્ટાર બની ગયા છે. ત્યાર બાદ કાર્તિક આર્યને પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દિવસોમાં કાર્તિક ફિલ્મ શહજાદાના શૂટિંગમાં વ્યસ્ત રહેલા છે. તાજેતરમાં તેમને દિલ્હીમાં ફિલ્મનું એક શેડ્યૂલ સમાપ્ત કરી લીધું છે.

તેના સિવાય કાર્તિકની આ વર્ષે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 રિલીઝ થશે. કાર્તિક કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ દોસ્તાના 2નું શૂટિંગ કરી રહ્યો હતો પરંતુ તેણે આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી.

[quads id=1]

Related Articles

Back to top button