અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જીવનના અંત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જીવ આપતા પહેલાં આ મહિલા ત્યાં સુધી કહે છે કે, કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા મહિલા બોલી હું ખુશ છું અલ્લા પાસે જઇ રહી છું અને તેણે આપઘાત કરતા પહેલા પતિને વીડિયો મોકલ્યો હતો.
આયેશાએ પતિને ફોન કરી તે તેના ત્રાસથી આપઘાત કરવા જાય છે તેવું જણાવતા પતિએ ‘તું મરી જા અને વીડિયો મોકલજે’ તેવું જણાવતા મહીલાએ આપઘાત કરતા પહેલા પતિને વિડીયો પણ મોકલ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શું કહ્યું છે વીડિયોમાં?
“હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે …… આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા જોર ઔર દબાવ નહિ હે. અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે…ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.’
‘ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના ….. લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે.
મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’
‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના.
મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું….મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે…ચલો અલવિદા.’
“મે ખુશ હું કિ અલ્લાહ સે મિલુંગી.. ઉનસે પૂછુંગી કે મેરે સે ગલતી કહાં હો ગઈ.. દુઆ કરતી હું કી દુબારા ઈન્સાનો કી શકલ ના દિખાયે” બોલી આયેશા સાબરમતીમાં કૂદી ગઈ#Ahmedabad #Gujarat #news pic.twitter.com/6ex9G2e4Zl
— Gujaratcoverage (@gujaratcoverage) February 27, 2021