કોરોના સંક્રમણ વધવાને કારણે ઑક્સીજન સિલિન્ડર વિષે આવ્યા મહત્વ ના સમાચાર
હાલમાં આ વધતાં જતાં રોગચાળાનું મુખ્ય કારણ પ્રદૂષણ યુક્ત જીવન છે. આ પ્રદૂષણ માંથી મુક્તિ મેળવીને રોગચાળા સામે લડવા મજબૂત બનવાની જરૂર છે. આ માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે અમે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ 30 સપ્ટેમ્બર સુધી ઓક્સિજન સિલિન્ડર વહન કરનારા વાહનોને જરૂરી પરમિટોમાંથી મુક્તિ આપવાની મંજૂરી આપી છે. આ નિયમ આટલા માટે બનાવવામાં આવ્યો હતો કે જેનાથી ઓક્સિજન સપ્લાય સારી રીતે કરી શકાય અને રોગચાળા સામે આપણે લડી શકીએ.
ગઈ કાલે એટલે કે મંગળવારે સરકારે કહ્યું હતું કે આ કોરોના જેવા રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઓક્સિજનનું પરિવહન કરતા વાણિજ્ય વાહનોને જરૂરી પરમિટોમાંથી છૂટ મેળવવા માટેની મર્યાદા વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ છૂટ મેળવવાની તારીખ 31 માર્ચના રોજ પૂરી થવાની હતી જે હવે 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
આ પગલું દેશભરમાં ઓક્સિજન સપ્લાય કરતાં વાહનોની અવર-જવરને સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે. આના કારણે મંત્રાલયે મોટર વાહન અધિનિયમ 1988 ધારા હેઠળ 30 સપ્ટેમ્બર સુધી આ વાહનોને પરમિટમાંથી મુક્તિ આપવાની સૂચના જાહેર કરી છે.
સરકારનું માનવું છે કે ઓક્સિજનનું પરિવહન કરતા વાહનોને આ પરમિટ માંથી જો છૂટ મળશે એટલે કે તેનો સમયગાળો વધારવામાં આવે તો ઓક્સિજન સપ્લાય સારી રીતે કરી શકાય અને રોગચાળા સામે લડવાની શક્તિ પણ મળી રહે. આ રોગચાળાના સમયમાં ઉપચાર માટે ઓક્સિજન એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરિવાહનના સંચાલકોને આ બાબતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ નિર્ણયને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ નિયમથી રાજ્યોમાં કોઈપણ જગ્યાએ ઓક્સિજન સપ્લાય કરવામાં સરળતા મળશે.
તેમજ આજના કોરોના જેવા રોગચાળા સામેની આપણી લડતને મજબુત બનાવશે. આજકાલની હકીકત જણાવીએ ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર ફેલાઇ રહી છે. અત્યારે દેશમાં 70,000 થી ઓછા કેસ આવ્યા છે. તેથી આ મહત્વના નિર્ણયથી હવે લોકો મેળવી શકશે આ રોગચાળા સામે લડવાની શક્તિ.