દેશસમાચાર

March 2022 Bank Holidays: માર્ચમાં 13 દિવસ બંધ રહેશે બેંકો, હોળી અને શિવરાત્રી સહિત આ દિવસે રહેશે રજા, અહીં વાંચો સંપૂર્ણ લિસ્ટ

March 2022 Bank Holidays: માર્ચમાં 13 દિવસ બંધ રહેશે બેંકો, હોળી અને શિવરાત્રી સહિત આ દિવસે રહેશે રજા

Bank Holidays: માર્ચ મહિનો શરૂ થવાનો છે તે પહેલા, ભારતીય રિઝર્વ બેંકે દેશભરની બેંકોની રજાઓની યાદી બહાર પાડી છે. જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓ સાથે મહાશિવરાત્રી અને હોળીની રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આ યાદી અનુસાર માર્ચ 2022માં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે.

જણાવી દઈએ કે માર્ચ 2022 માં પહેલા જ દિવસે મહાશિવરાત્રી છે અને 17 અને 18 માર્ચે હોળી છે, આ તહેવારો પર રજા રહેશે. આ સાથે, ઘણા રાજ્યોમાં બેંકો પણ તેમના સ્થાનિક તહેવારો પર બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે જાણ્યા વગર બેંક જઈ રહ્યા છો, તો તમને બેંક બંધ જોવા મળી શકે છે. એટલા માટે જ્યારે પણ તમે બેંકની મુલાકાત લો, તો એક વાર રજાઓની લિસ્ટ જરૂર ચેક કરી લો.

13 દિવસ બેંકોમાં રહેશે રજા – આપણા દેશમાં દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ છે અને ત્યાં ના તહેવારો પણ અલગ-અલગ હોય છે. આ વખતે માર્ચ મહિનામાં ઘણા સ્થાનિક તહેવારો આવી રહ્યા છે. તેથી, જ્યારે પણ તમે બેંક જવાની યોજના બનાવો છો, તો બેંકિંગ રજાઓની લિસ્ટમાંથી ચોક્કસપણે તપાસીને જાઓ. કારણ કે જો તે દિવસે બેંકની રજા હશે અને બેંક બંધ હશે તો તમારે પાછળથી હેરાન થવું પડશે.

રિઝર્વ બેંક અનુસાર અલગ-અલગ રાજ્યોમાં બેંકની રજાઓ

– 1 માર્ચે મહાશિવરાત્રિના કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, કેરળ સહિત અનેક રાજ્યોમાં રજા રહેશે. મહાશિવરાત્રિની રજા અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગમાં રહેશે નહીં.
– 3 માર્ચે લોસરના કારણે ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
– 4 માર્ચે ચપચાર કુટને કારણે આઈઝોલમાં બેંકો બંધ રહેશે.
– 6 માર્ચના રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
– 12 અને 13 માર્ચે બીજા શનિવાર અને રવિવારના રોજ બેંકો બંધ રહેશે.
– 17 માર્ચે હોલિકા દહનને કારણે દેહરાદૂન, લખનૌ, કાનપુર અને રાંચીમાં બેંકો બંધ રહેશે.
– 18 માર્ચે હોળી રમાશે. જેના કારણે દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે.
– 19 માર્ચે ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં હોળી/યાઓસંગના કારણે બેંકો બંધ રહેશે.
– 20 માર્ચ રવિવાર છે.
– 22 માર્ચે બિહાર દિવસના કારણે બિહારમાં બેંકો બંધ રહેશે.
– 26 અને 27 માર્ચે ચોથો શનિવાર અને રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button