મનસુખના ખૂન પેહલા રમાઈ હતી રમત, જેની પોસ્ટ હત્યાના દિવસે ફેસબૂક પર અપલોડ થયેલી છે.
4 માર્ચેની આ ઘટના છે. આ દિવસે હિરેન મનસુખની હત્યા કરવામાં આવી હતી. આ દિવસે ખૂન કરનારાઓમાંના એક વિનાયક શિંદેએ ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી. તેમાં તેણે લખ્યું હતું કે ‘મને શતરંજ ગમે છે, કારણ કે તેનો એક નિયમ ખૂબ સારો છે. ચાલ કોઈ પણ ચાલે પરંતુ તે પોતાના લોકોને ના મારે.
25 ફેબ્રુઆરીએ બપોરે 2.18 વાગ્યે સ્કોર્પિયો કાર અંબાણીના ઘરની બહાર પાર્ક કરી હતી. તે સ્કોર્પિયો કાર ડેકોરેટર હિરેન મનસુખની હતી, આ કારના માલિક હિરેન મનસુખની 4 માર્ચે હત્યા થઈ હતી. સચિન વાઝ ઉપરાંત ક્રિકેટ બુકી નરેશ ગોર અને કોન્સ્ટેબલ વિનાયક શિંદે પર પણ મનસુખની હત્યાનો આરોપ મૂકાયો હતો.
મહારાષ્ટ્રના મુંબઈના વાતની મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા જિલેટીન ની આ ઘટના છે. આ ઘટનામાં 25 ફેબ્રુઆરીના દિવસે બપોરે 2.18 વાગ્યે મુકેશ અંબાણીના ઘરની બહાર એક સ્કોર્પિયો કાર ઉભી હતી. આ સ્કોર્પિયો કાર ડેકોરેટર હિરેન મનસુખની હતી. આ કારના માલિક હિરેન મનસુખની 4 માર્ચે હત્યા કરવામાં આવી હતી.
આ કારના માલિક હિરેન મનસુખની હત્યાના કેસમાં એન્કાઉન્ટર સ્પેસીઆલિસીટ સચિન વાઝે સિવાય ક્રિકેટ બુકી નરેશ ગોર અને પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પર પણ મનસુખની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અત્યારના દિવસે આ ત્રણેય એનઆઇએ કસ્ટડીમાં છે.
આ હત્યાના દિવસે જ ખૂની દ્વારા આ પોસ્ટ કેમ મુકવામાં આવી હતી? તે સમાજમાં આવ્યું નથી. વિનાયક શિંદેએ તપાસ એજન્સીઓનું ધ્યાન હટાવવા માટે આવું કર્યું હતું? વિનાયક શિંદે જાતે જ એક પોલીસ કર્મચારી બન્યો છે. મહત્વની વાત એ છે કે વિનાયક શિંદેની 21 માર્ચેના દિવસે મનસુખ હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ પહેલા જ તેણે ફેસબુક પર બીજી પોસ્ટની લિંક શેર કરી હતી અને લખ્યું હતું કે “શોકીંગ.”
આ સમાચારનું ટાઈટલ એવું હતું કે “સ્કૂલ ડ્રોપઆઉટ સુલતાનપુરમાં સર્જરી કરે છે.” હિરેન મનસુખની હત્યાના પછીના દિવસોમાં તે સોશિયલ મીડિયા પર એવી રીતે એક્ટિવ હતો કે તે હિરેન મનસુખ, સચિન વાજે વિશે કશું જ જાણતો નથી. જ્યારે બહાર આવી રહેલી નવી માહિતી મુજબ, એક આ ખૂનના એક દિવસ પહેલા એટલે કે 3 માર્ચના દિવસે ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે સીઆઈયુ, જે સચિન વાઝનો હવાલો હતો. અહિયાં સચિન વાઝ અને વિનાયક શિંદે બંને હિરેન મનસુખ સાથે હાજર હતા. તેમજ ક્રાઇમ બ્રાંચના કેટલાક બીજા અધિકારીઓ પણ હજાર હતા.
આ મીટિંગ પછી હિરેન મનસુખને કેવામાં આવ્યું કે મુકેશ અંબાણીના ઘરની બહાર જિલેટીન પ્લાન્ટ કરવાની જવાબદારી લઈ લે અને ગિરફતાર થઈ જા. આ કેસમાંથી બહાર નિકલવામાટે વાઝ અને તેમની ટીમ મદદ કરશે. પરંતુ જ્યારે મનસુખ આ વાતમાં સહમત ના થયો ત્યારે તેનું ખૂન કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતના ક્રિકેટ બુકી નરેશ ગોરના સચિન વાઝને આપવામાં આવેલા સીમકાર્ડમાંથી, મનસુખને 4 માર્ચે રાત્રે તાવડે ના નામ પરથી ફોન કરવામાં આવ્યો. ત્યારબાદ થાણેના ખોડબંદર વિસ્તારમાં બોલાવીને તેની હત્યા કરવામાં આવી હતી. તે પછી સચિન વાઝ ત્યાંથી આશરે 40 કિ.મી.ના અંતરે મુંબઈ પોલીસ હેડ કવાર્ટર આવ્યો. ત્યારે વિનાયક શિંદેએ ફેસબુક પર ‘આપણા આપણે ન મારે” એવું પોસ્ટ મૂકી હતી.
27 ફેબ્રુઆરીએ એટીએસની પ્રેસ કોન્ફરન્સ થઈ!
એટીએસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની પાસે થાણેના ખોડબંદર રોડ પર 4 માર્ચના દિવસે વિનાયક શિંદે અને હિરેન મનસુખના એક સાથે ઉપસ્થિત હોવાના પૂરતા પુરાવા મળ્યા છે. એટીએસના આ અધિકારીનું કહેવું છે કે, જો મહારાષ્ટ્ર સરકારે જિલ્ટીન કેસ પહેલા મહારાષ્ટ્ર એટીએસને મુંબઈ ક્રાઈમ બ્રાંચને આપ્યો ન હોત, તો અમે 27 ફેબ્રુઆરીએ જ આ કેસની તપાસ સાથે સંબંધિત પ્રેસ કોન્ફરન્સ કરી હોત.
27 ફેબ્રુઆરીએ જ સચિન વાઝેની ધરપકડ કરી હોત, કારણ કે અમે તેના ષડયંત્રને લગતા બધા જ પુરાવા ભેગા કર્યા હતા. જો આવું થયું હોત, તો હિરેન મનસુખનું ખૂન ન થયું હોત.
મહારાષ્ટ્ર એટીએસને 6માર્ચે આ કેસની માહિતી ત્યારે મળી હતી, જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફંડવીસે 5 માર્ચે વિધાનસભામાં મનસુખની હત્યા વિશે માહિતી આપી હતી અને સચિન વાઝની આ હત્યામાં સાથ હતો તેની વિશે સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. બે દિવસ પછી કેન્દ્ર સરકારે જીલેટીન કેસ એનઆઈએને સોંપ્યો, ત્યારબાદ એટીએસએ મનસુખની હત્યાની તપાસ શરૂ કરી. સચિન વાઝને કાવતરાના મુખ્ય સભ્ય ગણીને આ કેસમાં વિનાયક શિંદે અને નરેશ ગોરની ધરપકડ કરી. હવે આ હત્યાનો કેસ એનઆઈએમાં ટ્રાન્સફર થઈ ગયો છે.
શિંદેએ ક્યારેય વાઝે સાથે કામ કર્યું નહતું.
છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે વિનાયક શિંદેએ ભૂતકાળમાં અંધેરી સીઆઈયુમાં સચિન વાઝ સાથે કામ કર્યું હતું, જેના કારણે બંને મિત્રો હતા. મુંબઇ પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે આ સાચું નથી. સચિન વાઝએ પ્રદીપ શર્મા સાથે અંધેરી સીઆઈયુમાં કામ કર્યું હતું, પરંતુ વિનાયક શિંદેએ ક્યારેય સીઆઈયુ અથવા વાઝે સાથે કામ કર્યું ન હતું.
અંધેરી સીઆઈયુના કાર્યકાળ દરમિયાન બોમ્બ બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનુસની પોલીસ કસ્ટડીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના કારણે તે 16 વર્ષથી તે બહાર હતો અને ગયા વર્ષે મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી ત્યારે તે પોલીસમાં પાછો ફર્યો હતો. વિનાયક શિંદે પ્રદીપ શર્મા સાથે કાંદિવલી ક્રાઇમ બ્રાંચમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું.
શિંદેની પોસ્ટિંગ અંધેરીના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં થઈ હતી. લખન ભૈયા નામનો આરોપી બનાવટી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ઘણા પોલીસકર્મીઓને આજીવન કેદની સજા મળી હતી. વિનાયક શિંદે પણ તેમાંથી એક હતા. ગયા વર્ષે એટલે કે મે 2020 માં, તે પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. તે પછી તે સચિન વાઝેના સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ વાજે માટે ગેરકાયદેસર કામગીરી શરૂ કરી. તેમાંથી હીરેન મનસુખની હત્યા થઈ હતી.