સુરત: બે વર્ષ પછી કુપોષિત અને ગંભીર રીતે કુપોષિત બાળકોને ફરીથી ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ICDS વિભાગની વિવિધ આંગણવાડીઓમાં કુપોષિત અને અતિ ગંભીર કુપોષિત બાળકો અને 6 મહિનાથી 3 વર્ષની સગર્ભા મહિલાઓને ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવતું હતું, પરંતુ કોરોનામાં આંગણવાડીઓ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે ફ્લેવર્ડ મિલ્ક પણ બંધ થઈ ગયું હતું. ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછું થઇ જતા ફરીથી શાળા અને કોલેજો શરૂ થઇ રહી છે સાથે સાથે હવે આ આંગણવાડીહોય પણ શરૂ થઇ છે ત્યારે સરકારે ફરીથી આ આંગણવાડીવાળા વિધાર્થીઓને ફ્લેવર્ડ મિલ્ક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આંગણવાડીઓ હવે ફરી શરૂ થઈ ગઈ છે. જે મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ICDS વિભાગ હેઠળ શહેરમાં 1 હજાર 93 આંગણવાડીઓ કાર્યરત છે. હવે 6 મહિનાથી 3 વર્ષના 4600 બાળકો અને 3 થી 6 વર્ષના 26 હજાર 511 કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને અઠવાડિયામાં સોમવાર, બુધવાર અને શુક્રવારે ત્રણ વખત ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે.
તેવી જ રીતે 17100 ગર્ભવતીઓને અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારે 200 મિલી ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવશે. આ માટે મનપાને વાર્ષિક 2.23 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ કામ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે.