સમાચાર

“મને માફ કરજે મમ્મી” 13 વર્ષના છોકરાએ ગેમમાં 40 હજાર હારી જતાં ઝુલા પર જ ગળે ફાસો લગાવ્યો

દરેક માતા પિતા એવું ઈચ્છે કે એનું સંતાન ભણવામાં ધ્યાન આપે અને ક્યાંય ખોટો સમય બરબાદ ન કરે, આમ જુઓ તો બાળકો માટે રમત ગમત પણ જરૂરી છે જેટલું ભણતર જરૂરી છે એટલું જ રમત ગમત પણ આજકાલના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જીવનમાં બાળકો આ બહારની ગેમ રમવી ઓછી પસંદ કરે છે. આખો દિવસ ફોનમાં જ ગેમ રમવી ગમે છે ખાસ કરીને બાળકોને ફોનમાં ગેમ રમવી બહુ ગમે છે માતા પિતાની સામે અથવા ચોરી છૂપી રીતે તેઓ કલાકો સુધી રમ્યા કરે છે.

આવી જ એક ઘટના જે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાની છે જ્યાં 13 વર્ષના બાળક કૃષ્ણ સાથે બની છે લોકડાઉનના સમયમાં તેમની મમ્મી સાથે ફોન પર જ ઓનલાઈન ક્લાસથી અભ્યાસ કરતો હતો, પરંતુ તે ચોરી છૂપી મમ્મીની જાણ બહાર ગેમ રમતો હતો અને તેને ફાયર ગેમ રમવાનો ઘણો શોખ હતો અને તે ગેમમાં રમત રમતાં જ 40 હજાર રૂપિયા હારી ગયો હતો જે તેના મમ્મીના બેન્ક એકાઉન્ટમાંથી કટ થયા હતા.

જ્યારે  કૃષ્ણની મમ્મીને ખબર પડી કે બેન્કમાંથી 40 હજાર રૂપિયા કપાય ગયાનો મેસેજ આવિયો છે તો તેમણે તેમના દીકરાને ફોન કરી પૂછ્યું તો દીકરાએ જણાવ્યું કે તે ફ્રી ફાયર જેમ રમતો હતો તેમાંથી હારી જતાં તે પૈસા કપાયા છે આ સાંભળી તેની મમ્મી ગુસ્સામાં જ બાળકને ફોન પર ફટકાર આપી અને તે માનસિક તણાવમાં આવી ઝુલા પર ફાંસો ખાઈ લીધો અને  તે પહેલા એક સ્યુસાઇડ નોટ પર લખી જે વાંચી આંખમાં આસું આવી જશે.

મમ્મીની ફટકાર સાંભળી તે રૂમમાં ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને થોડીવાર રહીને બેન એ દરવાજો ખખડાવ્યો તો કોઈ અંદરથી આવાજ ન આવતા બેનએ મમ્મી પપ્પાને ફોન કરતાં તે સીધા ઘરે આવીને દીકરાના રૂમ નો દરવાજો તોડ્યો તો રૂમમાં જોતાં જ એમના પગ તળિયેથી જમીન ખસી ગઈ દીકરો ઝુલા પર લટકી રહ્યો હતો.

કૃષ્ણના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી છે જેમાં તેને ફ્રી ફાયર ગેમમાં હારી જતાં 40 હજાર ગયા અને મમ્મી ખીજવાય તેના માનસિક તણાવમાં આવી તેને આ પગલું ભર્યું છે સાથે લખ્યું હતું કે મમ્મી મને માફ કરજો. બાળકની આ સ્યુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button